રાજકોટ TRP ગેમઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી સામે આવ્યા છે. વેલ્ડિંગના તણખા ઝરતાં આગ લાગી હોવાનું સામે આવ્યુ. બુઝાવવાના પ્રયાસ નિષ્ફળ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ. રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માગ્યો છે. તો અગ્નિકાંડમાં અંગે હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.
ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. TRP ગેમઝોનના સંચાલકોએ ફાયર NOC ન લીધી હોવાનો ખુલાસો થયો છે. તો બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ હાથ ખંખેર્યા છે.