રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે, પાંચથી વધુ IPS-IAS અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું પણ નામ સામેલ છે તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરાઈ છે.
રાજુ ભાર્ગવ, IPS (GJ:1995), પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે, પોસ્ટીગ હજુ અપાયું નથી
બ્રજેશ કુમાર ઝા, IPS (GJ:1999), સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ કમિશનર, રાજકોટ શહેરના કેડર પોસ્ટ પર
વિધિ ચૌધરી, IPS (GJ:2009), અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ), રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે અને પોસ્ટીંગની હજુ અપાયું નથી
મહેન્દ્ર બગરિયા, IPS (GJ:2010), નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ) ની બદલી અને નિમણૂક અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ), રાજકોટ શહેરની કેડર પોસ્ટ પર નિમણૂંક કરાઈ છે
ડો. સુધીરકુમાર જે. દેસાઈ, IPS (GJ:2012), ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-2, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે પોસ્ટિંગ હજુ અપાયું નથી
જગદીશ બંગરવા, IPS (GJ:2019), અધિક્ષક, સેન્ટ્રલ જેલ, વડોદરાની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-2, રાજકોટ શહેરની એક્સ-કેડર પોસ્ટ પર ડો. સુધીરકુમાર જે. દેસાઈ, IPS (GJ)ની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.
શ્રી ડી.પી. દેસાઈ, IAS (SCS:GJ:2008), ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ [જેઓ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો પણ ધરાવે છે) જેમની બદલી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે કરાઈ છે.
આનંદ બાબુલાલ પટેલ, IAS (RR:GJ:2010), મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટની બદલી કરવામાં આવી છે અને તેમની સેવાઓ આગળના આદેશો માટે સામાન્ય વહીવટ વિભાગનમાં મૂકવામાં આવી છે.
ભવ્ય વર્મા, IAS (RR:GJ:2016), મિશન ડિરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (શહેરી). ગાંધીનગર (1) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદની જગ્યાઓનો વધારાનો હવાલો સંભાળશે. ડી.પી. દેસાઈ, આઈએએસની બદલી અને (2) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર આગળના આદેશો સુધી ડી.પી. દેસાઈ, તે પોસ્ટનો વધારાનો હવાલો સંભાળશે