રાહુલ ગાંધીનું ભાષણ સાંભળીને હજારો મહિલાઓ વહેલી સવારે બેંગલુરુ જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી, જાણો પછી શું થયું…

Spread the love

રાહુલ ગાંધીએ દેશની મહિલાઓના ખાતામાં 8500 રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું છે. હવે લોકસભાની ચૂંટણી વચ્ચે હજારો મહિલાઓ પૈસા મળવાની આશાએ પોસ્ટ ઓફિસે ધસી આવી છે. હકીકતમાં, બેંગલુરુમાં એવી અફવા ઉડી હતી કે, કેટલાક રાજકીય પક્ષો મહિલાઓના પોસ્ટ ઓફિસ ખાતામાં 8,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. પછી શું… હજારો મહિલાઓ વહેલી સવારે બેંગલુરુ જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી.

ખાતું ખોલવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને રાહ જોવાનું શરૂ કર્યું. જો કે, રાહુલ ગાંધીના 8500 રૂપિયાના વચન સાથે આનો કોઈ સંબંધ નથી.

હકીકતમાં, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવતી મહિલાઓની સંખ્યા જોઈને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા. તેઓ પણ સમજી શક્યા નહોતા કે, આટલી બધી મહિલાઓ અચાનક ખાતું ખોલવા શા માટે એકઠી થઈ ગઈ હતી. સ્થિતિ એવા તબક્કે પહોંચી હતી કે પોસ્ટ ઓફિસના અધિકારીઓએ મહિલાઓના ખાતા ખોલવા માટે વધારાનો સ્ટાફ મુકવો પડ્યો હતો. મહિલાઓની ભીડને કાબૂમાં લેવા માટે પોલીસની મદદ પણ લેવી પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ખાતું ખોલાવવા માટે મહિલાઓ સવારે 3 વાગ્યાથી જ લાઈનમાં ઉભી થવા લાગી હતી. અગાઉ આ પોસ્ટ ઓફિસમાં દરરોજ 100-200 ખાતા ખોલવામાં આવતા હતા, પરંતુ હવે દરરોજ 700 થી 800 ખાતા ખોલવામાં આવી રહ્યા છે.

મીડિયા સૂત્રોના સમાચાર મુજબ મહિલાઓમાં ચર્ચા એ હતી કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હેઠળ ખોલવામાં આવેલા દરેક ખાતામાં પોસ્ટલ વિભાગ પૈસા જમા કરી રહ્યું છે. મહિલાઓને આ અફવા અંગે વોટ્સએપ ગ્રુપ પરથી ખબર પડી હતી. આ અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ ગ્રુપ પર ફેલાઈ રહી હતી અને RWA ગ્રુપમાં વાયરલ થઈ હતી. તેના દ્વારા જ મહિલાઓને સમાચાર મળ્યા કે, રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ સોમવાર છે. આ જ કારણ છે કે સોમવારે સેંકડો મહિલાઓ તેમના ખાતા ખોલવા જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી હતી.

મીડિયા સૂત્રોએ પોસ્ટલ વિભાગના સૂત્રોને ઉલ્લેખીને કહ્યું કે, મહિલાઓનું માનવું હતું કે 8,000 રૂપિયા મેળવવા માટે તેમણે પહેલા ખાતું ખોલાવવું પડશે. તેમનું માનવું હતું કે, આ કાર્યક્રમ પહેલેથી જ ચાલી રહ્યો છે અને ટપાલ વિભાગે દરેકના ખાતામાં 8,000 રૂપિયા જમા કરાવવાનું શરૂ કરી દીધું છે. પોસ્ટ ઓફિસના ચીફ પોસ્ટ માસ્ટર H.M. મંજેશે જણાવ્યું કે, તેઓએ પ્રવેશ દ્વાર પર પોસ્ટર પણ લગાવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, ટપાલ વિભાગ દ્વારા આવા કોઈ રોકડ પ્રોત્સાહન કાર્યક્રમ અથવા પહેલની જાહેરાત કરવામાં આવી નથી. માત્ર સોમવારે બપોર સુધીમાં 2,000થી વધુ મહિલાઓ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com