કાળઝાળ ગરમીના દિવસોમાં એસી હટાવવાની વાતે જિલ્લા પંચાયત વર્તુળમાં ચર્ચા જગાવી

Spread the love

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં અધિકારીઓને મળવાપાત્ર સુવિધાઓ સંબંધે સરકારી જોગવાઇનું પાલન કરાવવાની જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ફરી ચર્ચા જાગી છે. તેમાં તમામ શાખા અધિકારીઓ અને ડેપ્યુટી ડીડીઓની ચેમ્બરમાંથી એર કન્ડિશનર હટાવી દેવાની સુચના અપાઇ છે. રાજ્ય સરકારની અધિકારીઓને મળવાપાત્ર સુવિધાની જોગવાઇ અને વિકાસ કમિશનરનાં વર્ષ ૨૦૨૦ના પત્રના પાલનથી અધિકારીઓએ ગરમીમાં અકળાવાનું નક્કી બન્યું છે.સરકાર દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ના અધિકારીઓને ચેમ્બરમાં મળવાપાત્ર સુવિધાઓના સંબંધમાં પણ જોગવાઇઓ કરવામાં આવેલી છે.

તેમાં એસીની સુવિધા મળવાપાત્ર થતી નથી. આ ઉપરાંત રાજ્યના વિકાસ કમિનર દ્વારા પણ આ સંબંધમાં ગાંધીનગર જિલ્લા પંચાયતને એપ્રિલ ૨૦૨૦માં પત્ર પાઠવીને સરકારી જોગવાઇઓનું પાલન કરાવવા સંબંધમાં પત્ર પાઠવવામાં આવેલો છે. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઇઓ અને વિકાસ કમિશનરની સુચનાઓનું પાલન કરવા સંબંધે ડેપ્યુટી ડીડીઓ ઉપરાંત જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓને લેખિતમાં સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. હાલની કાળઝાળ ગરમીના દિવસોમાં એસી હટાવવાની વાતે પંચાયત વર્તુળમાં વ્યાપક ચર્ચા પણ જગાવી છે.

ઇલેકટ્રીક્લ નેટવર્કની ક્ષમતા કરતા વીજળીનો વપરાશ વધે ત્યારે આગ અકસ્માત સર્જાતા હોવાની વાત એકદમ સ્વાભાવિક છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં જ ભૂતકાળમાં શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તે દરમિયાન ફર્નિચરની સાથે વર્ષો જુના રેકર્ડ પણ બળીને ભસ્મિભૂત થઇ ગયા હતાં. ત્યારે દાયકા જુનું ઇલેકટ્રીકલ નેટવર્ક ધરાવતી જિલ્લા પંચાયતની કચેરીમાં વધુ સંખ્યામાં એસી ચાલતા રહે તો ફરી અકસ્માત થવાની આશંકા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com