અગ્નિકાંડ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર શાખા સફાળી જાગી, શહેરમાં ફાયર સેફ્ટીને લઇને કાર્યવાહી શરૂ…જુઓ વિડીયો

Spread the love

અત્રેની કચેરીની ફાયર શાખા દ્વારા તા.૨૬/૦૫/૨૦૨૪ અને તા.૨૭/૦૫/૨૦૨૪ના રોજ તમામ ગેમઝોન બંધ રાખવાના માટે લેખીતમાં જાણ કરવામાં આવેલ હતી. જે પણ ઈમારત/સંસ્થા ફાયર સેફટી સર્ટીફીકેટ નથી અથવા રીન્યુ કરાવેલ નથી તેને નોટીસ પાઠવેલ છે. તા.૨૯/૦૫/૨૦૨૪ના રોજ તમામ ગેમઝોનમાં નિયમ ભંગ જણાતા હોવાથી કુલ-૦૫ને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ કુલ-૦૧ને ગુડા દ્વારા સીલ કરવામાં આવેલ છે.

 

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૨૯/૦૫/૨૦૨૪થી તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગેની તપાસની કામગીરી હાલ ચાલુ છે. જે ૪ હોસ્પિટલોની ફાયર એન.ઓ.સી.ની મુદ્દત પૂર્ણ થયેલ છે. તેઓને તાત્કાલીક અસરથી રીન્યુ કરવાની મૌખિક સુચના આપેલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૨૯/૦૫/૨૦૨૪થી તમામ શૈક્ષણિક ઈમારતોમાં ફાયર સેફટી અંગેની તપાસની કામગીરી હાલમાં ચાલુ છે. જે ૦૩ શૈક્ષણિક ઇમારતોમાં ફાયર એન.ઓ.સી.મુદ્દત પૂર્ણ થયેલ છે. તેઓને તાત્કાલીક અસરથી રીન્યુ કરવાની મૌખિક સુચના આપેલ છે.

તારીખ:-૩૦/૦૫/૨૦૨૪ના રોજ ૦૫ કોમર્સિયલ ઈમારત, ૦૧ હોસ્ટેલ ઈમારત, ૦૩ રહેણાંક+ વાણિજ્ય ઈમારત, ૦૪ સ્કુલ ઈમારત અને ૦૪ હોસ્પિટલ ઈમારત મળીને કૂલ ૧૮ ઈમારતોને નોટીસ આપવામાં આવેલ છે. તારીખ:-૩૧/૦૫/૨૦૨૪ ના રોજ ૧૯૪૪ ધ હોક્કો કીચન(સરગાસણ), કેપીટલ આઇકોન-૨ બેજ્મેન્ટ ગોડાઉન, (સરગાસણ-કુડાસણ), વિશાલ સુપર માર્કેટ (સેક્ટર-૦૬), ઓશિયા હાઈપર માર્ટ (સેક્ટર-૨૧), રજવાડી ભોજનાલય(સેક્ટર-૧૬) આમ કુલ-૦૫ઈમારતોને ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર શાખા દ્વારા સીલ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકા અને તેના આસ પાસના વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, સ્કુલ,પેટ્રોલ પંપ,સી.એન.જી.પંપ,હાઈરાજ રહેણાંક અને વાણિજય, કલાસીસ, લાઈબ્રેરી જેવી વગેરે ઈમારતોમાં કુલ ૫૮ મોકડ્રીલ અને ૨૪૨ તાલીમ આપવામાં આવેલ છે.

તારીખ-૩૧/૦૫/૨૦૨૪ના રોજ શ્રી વસંત કુંવરબા કન્યા વિદ્યાલય અને દિલ્હી પબ્લિક સ્કુલ, અંબાપુર, ગાંધીનગર ને ફાયર એન.ઓ.સી.ન હોવાના કારણે ફાયર શાખા દ્વારા સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફાયર એન.ઓ.સીની વધારે વિગત નીચે મુજબ છે.
SR.NO. Ocuupancy Number of Valid NOC Number of not valid NOC Total
1. Hospital 71 4 75
2. School-College 62 4 66
3. Classes Library 30 0 30
4. Highrise Building Residential 213 2 215
Residential+Commercial 123 2 125
Commercial 142 6 148
Hotel/Guest House 7 0 7
Assembly 6 0 6
Hazardous 3 0 3
5. Mall 1 0 1
6. Religious 1 0 1
7. Cinema 9 0 9
Total 668 18 686

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com