કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓમાં ડુપ્લીકેશન અને ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે તમામ કેટેગરીના રેશનકાર્ડમાં કેવાયસી એટલેકે પ્રમાણિત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરીને આધારકાર્ડ સહિતના પુરાવા રજૂ કરી રેશનકાર્ડ પ્રમાણિત કરાવી લેવા વહીવટીતંત્ર દ્વારા કાર્ડધારકોને જણાવવામાં આવ્યું છે.નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ), નોન એનએફએસએ, ગરીબી રેખા ઉપરના એપીએલ-1 અને 2, બીપીએલ અને અંત્યોદય પ્રકારની કેટેગરી ધરાવતા રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડધારકો જરૂરી દસ્તાવેજો અને આધારકાર્ડ સાથે રાખીને મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં રૂબરૂ જઇને રેશનકાર્ડ પ્રમાણિત કરાવવાનું રહેશે. કચેરીમાં રૂબરૂ જઇ ન શકે તેવા રેશનકાર્ડ ધારકો માય રેશનકાર્ડ મોબાઇલ એપ મારફતે જરૂરી સ્ટેપ અનુસરીને ઇ-કેવાયસીના દસ્તાવેજો મામલતદાર કચેરીને મોકલી શકશે. આ પ્રકારે ઇ- કેવાયસીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સકારની અનાજ વિતરણ સહિતની અનેક યોજનાઓમાં રેશનકાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. યોજનાઓનો લાભ લેવા માટે પણ રેશનકાર્ડની જરૂરિયાત પડતી હોય છે. કેવાયસી ફરજિયાત કરાયું છે.