100 કરોડથી વધારેની ITC ક્લેમ કરનાર 3 હજાર વેપારીઓને GSTની નોટીસ આવી છે. જેમાં ખોટી આઇટીસી મેળવી લેનારાઓ ઝડપાયા છે. તેમાં વ્યાજ સાથે પરત કરવા સૂચના આપવામાં આવી છે. ઓનલાઇને દેખાતી આઇટીસીની રકમમાં મોટો તફાવત દેખાતા કાર્યવાહી કરાઇ છે.આ કૌભાડ અંદાજ એક હજાર કરોડનુ હોવાનો અંદાજ છે.
સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના ત્રણ હજાર વેપારીઓ અને વેપારી પેઢીઓને 100 કરોડની અંદાજીત ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી ) મેળવા બદલ નોટીસો ફટકારી છે. ઓનલાઇન આઇટીસીની મેળવેલી રકમમાં મોટો તફાવત દેખાતા જીએસટીના અધિકારી એલર્ટ થયા છે અને વેપારીઓને વ્યાજ સાથે આઇટીસીની રકમ જમા કરવા નોટીસ આપી છે.જીએસટી વિભાગમાંથી કેટલાક લેભાગુ વેપારીઓ ખોટી રીતે આઇટીસી મેળવીને સરકારને ચૂનો લગાવી રહ્યા છે. આ કૌભાડ અંદાજ એક હજાર કરોડનુ હોવાનો અંદાજ છે.
જીએસટીમાં નોધણી થયેલા વેપારીએ દર મહિને ભરવાપાત્ર થતો વેરો જીએસટીઆર-3બીથી ભરવાનો હોય છે. જીએસટીએન સિસ્ટમ મુજબ વેપારીએ કરેલી ખરીદી ઉપર મળવાપાત્ર આઇટીસીની ગણતરી ફોર્મ જીએસટીઆર-2બી દ્રારા કરાય છે. નિયમ મુજબ ફેર્મ જીએસટીઆર-2એમાં આઇટીસીના 105 ટકા પ્રમાણે વેપારી આઇટીસી ક્લેઇમ કરી શકે છે. વેપારીને મળવાપાત્ર હોય તેના કરતાં રૂ. 100 કરોડથી વધુની ખોટી આઇટીસી મેળવનારા વેપારી સામે કાર્યવાહી શરૂ કરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જીએસટીઆર-3ના પત્રકમાં વેપારીએ સપ્લાય પર ભરવાપાત્ર થતા વેરામાંથી સપ્લાય વખતે ભરેલો વેરો બાદ કરી વેરાની ગણતરી કરી વેરો ભરવાનો હોય છે.