રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સાથે રાજકીય નેતાઓની સાંઠગાંઠ હોવાની સાંપડેલી કેટલીક ઘટનાઓને ધ્યાને રાખીને ખુદ ભાજપના રાજકોટના નેતાઓ સામે કડક પગલાં ભરવા માટે મુખ્યમંત્રી પર દબાણ વધી રહ્યું છે. પાર્ટીનું એક જૂથ માને છે કે અધિકારીઓની સાથે પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ તેટલા જ દોષિત છે.આ રાજકીય દબાણના કારણે સરકાર અને સંગઠનની નેતાગીરીના પગ નીચે રેલો આવી ગયો છે.
એકતરફ સીટની રચના થયા પછી જવાબદારોને શોધવા તેમના નિવેદનો લેવાઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગરની સ્વર્ણિમ સંકુલમાં આવેલી મુખ્યમંત્રીની કચેરીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના સિનિયર કેબિનેટ મંત્રીઓમાં રીતસરનો ગણગણાટ ચાલી રહ્યો છે કે રાજકોટમાં કાયદાના શાસનનો અંત આવ્યો છે.
રાજકોટની સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થામાં કેવા કેવા કામો થયાં છે અને કેવાં થઈ રહ્યાં છે તેની સિલસિલાબંધ વિગતો ઉપર પહોંચાડવામાં આવી હોવાનું કહેવાય છે. હું અધિકારીઓએ કરેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે આ અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ તેમને ખોટું કરવાની ભલામણ કોને કરી તે પણ ચર્ચાનો વિષય છે. હકીકતમાં તો રાજકોટના સ્થાનિક નેતાઓએ ખોટી ભલામણો કરી મલાઈ તારવી લીધી છે.
28 નિર્દોષ લોકોના મોત માટે જેટલા અધિકારીઓ જવાબદાર છે તેટલા ભાજપના સ્થાનિક નેતાઓ પણ છે. રાજકોટમાં ભાજપનું શાસન છે. ભ્રષ્ટાચાર કોણે કર્યો છે તેવા સવાલો પૂછાઈ રહ્યાં છે. સત્તાધારી પાર્ટીના કેટલાક નેતાઓ કરોડોના આસામી થઈ. ગયા છે. પોલીસ, માર્ગ-મકાન, ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડનું તંત્ર એમ આ બધાંની મીલીભગત સીધી દેખાઈ રહી છે. હવે આ કેસમાં ફરિયાદો દાખલ કરીને પકડા પકડી ચાલી રહી છે પણ હકીકતમાં તો સફેદ કપડાંમાં ફરતા કેટલાક નેતાઓ સામે ગાળિયો કરવાની જરૂર છે.
આજે કેટલાક પરિવારનો માળો વિખરાઈ ગયો છે. પ્રજાની આંખમાં હજી ખુન્નસ છે. અધિકારીઓને પકડ્યા એટલે પોતાની રાજકોટમાં અગ્નિકાંડ થયો તે પૂર્વે ભાજપના સ્ટેટ કાર્યાલય કમલમમાં એક જાતને બચાવી લો તેવું માનતા નેતાઓ સામે પણ આક્રમતાથી પગલાં ભરવા જોઈએ. રાજકોટના લાયસન્સ બ્રાન્ચના એક સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સ્પેક્ટરે તો ચીમકી ઉચ્ચારી હતી કે મારી ધરપકડ થશે તો હું ભાજપના કચ્ચા ચિઠ્ઠા ખોલી નાંખીશ.
ગાંધીનગરમાં આજે પણ સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર એક તરફ ગેમ ઝોનના મામલે નવા નિયમો બનાવી રહી છે અને તે ગમે તે સમયે જાહેર થઈ શકે છે ત્યારે બીજીતરફ તેમની ઉપર રાજકીય દબાણ વધી રહ્યું છે. સચિવાલયની અંદર અને બહાર, મંત્રીમંડળ તેમજ સંગઠનમાં પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે એક લોબી આ નેતાઓને બચાવવા માટે મેદાને પડી છે.
રાજકોટમાં અગ્નિકાંડ થયો તે પૂર્વે ભાજપના સ્ટેટ કાર્યાલય કમલમમાં એક વિવાદાસ્પદ પત્રિકા આવી હતી તેમાં રાજકોટ ભાજપના નિષ્ઠાવાન કાર્યકરોએ તેમાં લખીને જણાવ્યું હતું કે રાજકોટના જમીન કૌભાંડોમાં ત્રણ નેતાઓની ચોકડીએ તરખાટ મચાવ્યો છે. જેમણે રૂપિયા ભેગા કરીને પોતાની કોઈ ભૂમિકા નથી તેવો કારસો પણ ઘડી નાંખ્યો છે. આ પત્રિકામાં રાજકોટના ત્રણ નેતાઓના નામો સાથે ટીપીઓ એમડી સાગઠીયાનું નામ પણ લખ્યું છે, કે જેમણે કરોડોનો મલાઈ તારવી લીધી છે. આ પત્રિકાની વિગતોથી ઓફિસ બેરર્સમાં ખળભળાટ ફેલાયેલો છે.