આજે લોકસભાની ચૂંટણી નાં છેલ્લાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું તેની સાથે જ દરેક એજન્સીઓએ પોતાનાં એક્ઝિટ પોલ બહાર પાડ્યા જેમાં NDA સરકાર બનવા જઈ રહી છે. પરંતુ સટ્ટા બજાર ચોકાવનારી આગાહી કરી રહ્યું છે જેમાં 260 જેવી સીટ મળવાનું અનુમાન છે. પરંતુ 4 જૂન હજુ બાકી છે. મતગણના બાદ સાચી ખબર પડશે કે સરકાર કોણ બનાવે છે. ત્યારે આ બાબત ને લઇને દેશ ભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે…