પત્ની સાથે પ્રેમી સૂતો સૂતો મોજ મજા કરતો હતો તે જોઈને પતિએ પત્નીનાં પ્રેમી પર એસિડ ફેંક્યું..

Spread the love

અમદાવાદમાં પત્નીને પ્રેમી સાથે મોજશોખ કરતા જોઈને પતિ દ્વારા ગુસ્સામાં પત્ની અને તેના પ્રેમી પર એસિડ એટેક કરવાની ઘટના સામે આવી છે.

3 જૂન નાં રોજ 45 વર્ષીય રેખાબેન ડાભી અને તેનો પ્રેમી બળદેવજી ઠાકોર ગુજરાત કોલેજ પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક પોતાના ઘરે સૂતા હતા..ત્યારે વહેલી સવારે રેખાબેનનો પતિ જીવણ ડાભી ઘરેથી એસિડ લઈ ને પોતાની પત્ની રેખા અને પ્રેમી બળદેવ સૂતા હતા ત્યાં પહોંચ્યો હતો અને એસિડ એટેક કર્યો હતો..આ એસિડ એટેકમાં બન્ને દાઝી ગયા હતા..એસિડ એટેક કરી ભાગતા રેખાં બેન પોતાના પતિ જીવણ ડાભી ને જોઈ ગયા હતા..જેથી એલીજબ્રિજ પોલીસે રેખા બેન ડાભીની ફરિયાદને આધારે તેમના પતિ જીવણ ડાભી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રેખા બેન ડાભી અને જીવણ ડાભી નાં 20 વર્ષ પહેલા સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા..તેઓ મેઘાણી નગર રહેતા હતા અને બે સંતાનો પણ છે..પણ પતિ – પત્ની વચ્ચે મન મેળ ન હોવાથી 7 વર્ષ પહેલા જ રેખાબેન પતિનું ઘર છોડીને પોતાના પિયર જતા રહ્યા હતા..આ દરમિયાન ગુજરાત કોલેજ નજીક રહેતા બળદેવ ઠાકોર સાથે મિત્રતા થઈ અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો..

પતિ ને છૂટાછેડા આપ્યા વગર જ રેખા પોતાના પ્રેમી બળદેવ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા જતી રહી હતી..અને ખુલ્લેઆમ બાઈક પર ફરતા અને મોજશોખ કરતા નજરે પડતી હતી..પત્ની રેખાની આ હરકત થી પતિ જીવણ ડાભી કંટાળી ગયો હતો અને અનેક વખત છૂટાછેડા આપવા માટે રજૂઆત કરી હતી. અથવા પ્રેમી સાથે સબંધ તોડી પરત આવવા વાત કરી હતી પરંતુ પત્ની રેખા વાત માનતી ન હતી અને ખુલ્લેઆમ પ્રેમી સાથે ફરતી હતી જેથી પતિ જીવણે બન્નેને પાઠ ભણાવવાનું નક્કી કરી એસિડ એટેકનો પ્લાન ઘડ્યો હતો, અને ઘરેથી બોટલમાં એસિડ ભરીને તેમના ઘરે પહોંચી એસીડ અટેક કર્યો હતો.

એલીજ બ્રિજ પોલીસે એસિડ એટેક કેસમાં જીવણ ડાભીની ધરપકડ કરી છે. આ હુમલા પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે..ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રેખાબેનના સંતાનો દ્વારા પણ પ્રેમી અને રેખાબેન પર હુમલો કરવાને લઈ ફરિયાદ દાખલ થઈ હતી જેથી પોલીસે પરિવારજનોના નિવેદનો લઈને સમગ્ર કેસમાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com