રાજ્યભરમાં જે કોઈ નવા ગેમઝોન કે રીક્રીએશન સેન્ટર બનાવવાતા હશે તો તેના માટે અલગ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે

Spread the love

રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના શહેરી વિકાસ વિભાગને કામે લગાડવામાં આવ્યા છે આવતા દિવસોમાં ગેમઝોન માટે અલગ પોલીસીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હવે રાજ્યભરમાં જે કોઈ નવા ગેમઝોન કે રીક્રીએશન સેન્ટર બનાવવાતા હશે તો તેના માટે અલગ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજ્યભરના ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને ટૂંક સમયમાં જ એક સ્પેશિયલ કેટેગરી હેઠળ મૂકવામાં આવશે.

રાજ્ય સ૨કા૨ આ માટે નવો કાયદો ઘડી રહી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન (GDCR)માં સુધારો કરશે અને તમામ ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને સ્પેશિયલ કેટેગરીમાં મુકવામાં આવશે. તેઓ માટે એક અલગથી કાયદો અમલમાં આવશે, જે ખૂબ કડક અને આકરો હશે. તદઉપરાંત સરકાર ફાયર NOCને લગતા હાલના કાયદામાં પણ મોટા ફેરફાર કરશે તેવી માહિતી મળી રહી છે.

રાજકોટના અગ્નિકાંડબાદ રાજ્ય સરકાર GDCRમાં સુધારો લાવી. ટૂંક સમયમાં જ તે અંગેની જાહેરાત કરશે. રાજ્ય સરકારના એક સિનિયર ઓફિસર સાથેની વાતચીત અનુસાર ગેમઝોન અને રિક્રિએશન સેન્ટર માટે મંજૂરી લેવી ફરજિયાત બનાવાશે.

2014માં અમલમાં આવેલા GDCRમાં આવા તમામ સેન્ટરોને સ્પેશિયલ રિક્રિએશન ઝોન તરીકે આવરી લેવાશે. હાલમાં તમામ મોટા શહેરોમાં આવેલા મોલમાં બિલાડીના ટોપની જેમ આવા સેન્ટરો ફૂટી નીકળ્યા છે. હાલના કાયદા અનુસાર મોલમાં ચાલતા ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને અલગથી મંજૂરી કે ફાયર એનઓસી લેવાની રહેતી નથી.

હાલના કાયદા અનુસાર મોલમાં શરૂ થયેલા ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરો માટે અલગથી મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. પરંતુ સરકાર દ્વારા સૂચિત નવા કાયદા અનુસાર તમામ પ્રકારના ફનઝોન, ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને અલગથી બીયુ પરમિશન અને ફાયર એનઓસી ફરજિયાત લેવાની રહેશે. રાજ્યભરમાં તમામ સેન્ટરો અને ગેમઝોનનો એક સર્વે હાથ ધરાશે અને તેઓની સામે બંધ કરી દેવા સુધીના પગલાં લેવાશે.

ફાયર એનઓસી અંગે મંજૂરી આપવાની સત્તા સંબંધિત શહેરના ચીફ ફાયર ઓફિસરને આપવામાં આવશે. હાલ સ્ટેશન ફાયર ઓફિસર એનઓસી આપે છે. નવા કાયદા મુજબ સ્ટેશન ફાયર ઓફિસર પહેલાં તમામ પ્રકારનું ઇન્સપેક્શન અને ચેકિંગ કરશે અને પોતાનો રિપોર્ટ ચીફ ફાયર ઓફિસરને સોંપશે. આ રિપોર્ટના આધારે ચીફ ફાયર ઓફિસરને ચેકિંગ માટે ફરજિયાતપણે સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ તેનો નિર્ણય લેવાનો રહેશે. રાજકોટમાં બનેલા ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારને ડહાપણની દાઢ ફૂટી છે. અને સરકારના અધિકારીઓ આ મામલે નવા કાયદાનું નિર્માણ કરવાના કામે લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com