2024 લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકે તેવો મેંડેટ અથવા જનાદેશ મળ્યો નથી. બે વાર પોતાના દમ પર સરકાર બનાવી ચુકેલી ભારતીય જનતા પાર્ટીને આ વખતે 240 સીટો પર સમેટાઈ ગઈ છે. જો કે, તેના ગઠબંધન એનડીએને કુલ 292 સીટો મળી છે, જેના કારણે હાલમાં સરકાર બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
હાલમાં સરકાર બનાવવાની ચાવી જેડીયૂ અને તેલુગુ દેશમ પાર્ટી પાસે છે, જે પહેલાથી જ એનડીએના સાથી છે. પણ આ વાત ભાજપ માટે થોડો ચિંતાનો વિષય પણ ખરો, કેમ કે જો જેડીયૂ (12 સીટ) અને તેલુગુ દેશમ પાર્ટી (16 સીટ) સાથે બાદમાં પલ્ટી મારે તો આખો ખેલ ખરાબ થઈ જશે.
જો એનડીએની 292માંથી જેડીયૂ અને તેલુગુ દેશમ પાર્ટીની 28 સીટો ઘટી જાય તો, તેમના પાસે ફક્ત 264નો આંકડો રહી જાય. ત્યારે આવા સમયે નાની પાર્ટીઓ અથવા સાંસદ કામમાં આવશે, જે ન એનડીએમાં જોડાયા છે, ન ઈંડિયા ગઠબંધનમાં. 18મી લોકસભામાં 17 એવા સાંસદ છે, જે અપક્ષ અથવા સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા અને જીત્યા છે. કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં આ 17 સાંસદો સરકાર બચાવી શકે છે. સ્વાભાવિક છે કે, ભાજપ આમાંથી મોટા ભાગનાને પોતાના પક્ષમાં લેવાની ભરપૂર કોશિશ કરશે.
17 સાંસદોમાંથી ચાર સાંસદ વાઈએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાઈએસઆરસીપીના છે. જગન મોહનની પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા એનડીએ અથવા ઈંડિયા બ્લોક સાથે ગઠબંધન કર્યું નથી. છ પાર્ટીઓ પાસે એક એક સાંસદ છે અને તેમાંથી એકેય એનડીએ અથવા ઈંડિયામાં જોડાયા નથી. આ પાર્ટીમાં શિરોમણી અકાલી દળ, ઓલ ઈંડિયા મજલિસે ઈત્તૈહાદુલ મુસ્લિમીન, આઝાદ સમાજ પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી, જોરામ પીપુલ્સ મૂવમેન્ટ અને વોયસ ઓફ દ પીપલ પાર્ટી.
શિરોમણી અકાલી દળ પંજાબની પાર્ટી છે અને એનડીએના પૂર્વ સહયોગી છે. એઆઈએમઆઈએમ મૂળ તો આંધ્ર પ્રદેશ એમ કહો કે, હૈદરાબાદની પાર્ટી છે, પણ તે દેશભરમાં ઠેર ઠેર ચૂંટણી લડે છે. જો કે, તેના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી છે. પણ આ પણ એક તથ્ય છે કે આ પાર્ટી ઈંડિયા ગઠબંધનનો ભાગ નથી. આ વાત દલિત નેતા ચંદ્રશેખર આઝાદની આગેવાનીવાળી આઝાદ સમાજ પાર્ટી પર પણ લાગૂ થાય છે .પણ રાજસ્થાનની ભારત આદિવાસી પાર્ટી, મિઝોરમની જેડપીએમ અને મેઘાલયની વોયસ ઓફ દ પીપલ પાર્ટી પણ મેદાનમાં છે.
સાત અપક્ષ સાંસદ છે પૂર્ણિયાથી રાજેશ રંજન ઉર્ફ પપ્પૂ યાદવ, સાંગલીથી વિશાલ દાદા પ્રકાશબાપૂ પાટિલ, ખડૂર સાહિબ (પંજાબ)થી અમૃતપાલ સિંહ, ફરીદકોટ (પંજાબ)થી સરબજીત સિંહ ખાલસા, દમન અને દીવથી ઉમેશભાઈ બાબૂભાઈ પટેલ, બારામૂલાથી અબ્દુલ રશીદ શેખ અને લદ્દાખથી મોહમ્મદ હનીફા, જો અતીતની વાત કરીએ તો, વાઈએસઆરસીપીએ કેટલાય બિલો પાસ કરવા માટે ભાજપના નેતૃત્વવાળી સરકારનો પક્ષ લીધો હતો.
સંસદમાં જો ખુદને મજબૂત બનાવી રાખવા હોય તો ભાજપની પુરેપુરી કોશિશ રહેશે કે, આ 17 સાંસદોમાંથી મોટા ભાગના એનડીએને સમર્થન કરે. છેલ્લા બે કાર્યકાળ બાદ ભાજપની આગેવાનીવાળી સરકારનો સામનો પહેલી વાર આટલા મજબૂત વિપક્ષ સામે થશે.