નાસિક શિરસગાંવના ખેતરમાં મંગળવારે એરફોર્સનું સુખોઈ-૩૦ ફાઇટર પ્લેન તૂટી પડતા ત્રણ ખેડૂતોને લગભગ ૬૧ લાખ પિયાનું નુકસાન થયું છે. મંગળવારે જ સાંસદ તરીકે ચૂંટાયેલા ભાસ્કર ભગરેએ ઘટના સ્થળની મુલાકત લીધી હતી અને જિલ્લા પ્રશાસનને સત્વરે ખેડૂતોને નુકસાન ભરપાઈ કરવા જણાવ્યું હતું.એરફોર્સનું ફાઇટર પ્લેન તૂટી પડયા બાદ સળગી ઉઠયું હતું.
પ્લેનનો કાટમાળ અને સ્પેરપાટર્સ ૫૦૦ મીટરમાં વેરાઈ ગયો હતો. આને લીધે ત્રણ ખેતરમાંના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં પાઇલટ અને કો-પાઇલટ હેમખેમ બચી ગયા હતા.
ગામડાના તલાટીએ કરેલા પંચનામામાં વાઇનયાર્ડને, એક લાખના કોબીના પાકને, વાયર ફેન્સિંગને અને કૂવાને અઢી લાખનું નુકસાન થયુ ંહતું. પંચનામામાં કરાયેલી નોંધ મુજબ ૦.૮૫ હેકટરમાં ફેલાયેલા વાઇનયાર્ડને ભારે નુકસાન થયું છે. આવતા છ વર્ષ દ્રાક્ષનો પાક નહીં લઈ શકા તેનો અંદાજ બાંધી ૫૦ લાખની નુકસાની અંદાજવામાં આવી છે. આ અગાઉ જિલ્લા કલેકટર જલજ શર્માએ આ અકસ્માતની તપાસનો અને પંચનામાનો આદેશ આપ્યો હતો.