સમાજનાં રૂપિયા મુદ્દે આંતરિક વિખવાદ, લેઉવા પટેલ સમાજની મિટીંગમાં ભારે હોબાળો

Spread the love

રવિવારના રોજ કચ્છના લેઉવા પટેલ સમાજની મિટીંગમાં ભારે હોબાળો થયો હતો. સમાજના યુવાનો દ્વારા હિસાબ માગતા પ્રમુખનાં માણસો દ્વારા યુવક પર હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. હોબાળા બાદ પટેલ સમાજના લોકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમાજનો આંતરિક વિખવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેના બાદ પાટીદાર અગ્રણીઓ દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો.

શહેરમાં આવેલા આર.ડી.વરસાણી સંકુલમાં કચ્છી લેવા પટેલ સમાજની વાર્ષિક સાધારણ સભામાં વિવિધ મુદ્દે રજૂઆત કરવા બાબતે ડખ્ખો થયો હતો. ખીચોખીચ ભરેલા હોલમાં મામલો ગરમાતા બોલાચાલી બાદ ઝપાઝપી થતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. કચ્છમાં પ્રતિષ્ઠિત માનવામાં આવતાં કચ્છી લેવા પટેલ સમાજની બેઠકમાં થયેલો વિવાદ ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી જતાં સમગ્ર કચ્છમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઝપાઝપીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં કચ્છી લેવા પટેલ સમાજની પ્રતિષ્ઠા પર લાંછન લાગ્યું છે.

ગઈકાલે કચ્છી લેવા પટેલ સમાજની મીટીંગ મળી હતી. જેમાં કેટલાક યુવાનો સહિત સમાજના સભ્યોએ પોતાના વિચારો સમાજ સમક્ષ રાખવાનો પ્રયાસ કરાયો હતો. સમાજના દાનવીર તરીકે ઓળખાતા કે.કે.પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલ ગોરસીયા અને અન્ય ટ્રસ્ટીઓના ઈશારે ધમાલ મચાવી સમાજના યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરાયો હોવાના આક્ષેપ સાથે કેટલાક લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશને પહોંચેલા લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે સમાજના દાતાઓ દેશ વિદેશમાંથી કરોડોના નાણાં દાન પેટે આપે છે. પરંતું વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા ક્યારેય તેનો હિસાબ કિતાબ રજૂ કરવામાં નથી આવતો.

આક્ષેપ તો એટલા સુધી કરવામાં આવ્યા છે કે કોરોના કાળ દરમિયાન બની બેઠેલા સમાજના સેવાભાવીઓએ મનફાવે તેમ લોકો પાસેથી નાણાં વસૂલ્યા છે. કોરોના દર્દીઓ પાસેથી ૩૫૦૦થી ૪૫૦૦ રૂપિયા રૂમનું ભાડું, અને જનરલ સર્જનના બદલે કાન, નાક, ગળા વગેરેના સ્પેશિયલ ડોક્ટરોને રાખીને દર્દીઓ પાસેથી ઊંચાં બિલ વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. બીજો એક મુદ્દો એ પણ સપાટી ઉપર આવ્યો કે, કે.કે. પટેલ હોસ્પિટલની તમામ પ્રોપર્ટીને એક વ્યક્તિના નામે કરવામાં આવી છે. એટલું જ નહીં સમાજના લોકોને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવાની વાત હતી, તેનું પણ પાલન નથી થઈ રહ્યું.

સમાજના કેટલાક યુવાનોએ આવા મુદ્દાઓ ઉજાગર કરવા સમાજની મીટીંગમાં પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલુ મીટીંગમાં જ બબાલ મચી જતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ સમગ્ર બબાલની પાછળ કચ્છી લેવા પટેલ સમાજના આગેવાન અને કે.કે.પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલ ગોરસીયા અને તેમના મળતીયિઓનો હાથ હોવાનો ખુલ્લો આક્ષેપ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છી લેવા પટેલ સમાજના મામલાઓમાં સ્વામી નારાયણ મંદિરની પણ મહત્વની ભૂમિકા રહેતી હોય છે, ત્યારે સમાજના મોભીઓ સામે ઉઠેલી આંગળી બાદ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે, ત્યારે સ્વામીનારાયણ મંદિરના સંતો અને આગેવાનો આ મામલાને થાળે પાડવા આગળ આવશે કે પછી ટ્રસ્ટીઓની મનમાની સામે સમાજના સામાન્ય લોકોમાં ફેલાયેલો અસંતોષ આગામી દિવસોમાં વધુ વકરશે તે અંગે ચર્ચાઓએ હાલમાં જોર પકડ્યું છે.

જુદાજુદા માધ્યમોમાં કરવામાં આવેલ આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું. તથા સમાજનો કોઇપણ વ્યક્તિ જ્યારે ઇચ્છે ત્યારે હિસાબો સમાજમાં આવી જોઇ તપાસી શકે છે તેવો ખુલાસો મંત્રીએ કર્યો હતો.

કચ્છી લેઉવા પટેલ સમાજ સ્થાનિક પટેલ ચોવીસીની સાથે વિદેશમાં પણ દબદબો ધરાવે છે. તેના સંગઠનની બેઠક અને તેની ચર્ચાની નોંધ વિદેશમાં પણ લેવાતી હોય છે. તેવામાં રવિવારે ડખ્ખો થતા સ્થાનિક પટેલ ચોવીસીના ગામોની સાથે વિદેશમાં વસતા કચ્છી લેઉવા પટેલ સમાજના લોકોમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. સોશિયલ મીડિયામાં પણ બેઠકમાં ઊગ્ર બોલાચાલી અને ઝપાઝપીના વિડીયો વાયરલ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com