ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં શુક્રવારે સવારે ઘરેથી ગુમ થયેલી બે સગી બહેનો ઘરેથી થોડે દૂર આવેલા કુવામાં તેમની લાશો મળતા હડકંપ મચી ગયો છે. કહેવાય છે કે, પિતાના ઠપકાથી દુ:ખી થઈને બંને બહેનોએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સૂચના બાદ ઘટનાસ્થળે પોલીસની ટીમ આવી અને લાશને કબ્જામાં લઈને પીએમ માટે મોકલી દીધી છે.
આ કિસ્સો રાજાપુર પોલીસ હદ વિસ્તારના નાદિન કુર્મિયાન ગામનો છે, જ્યં જ્ઞાન સિંહ નામના વ્યક્તિની 22 વર્ષિય દીકરી સોમવતી અને 18 વર્ષિય અનામિકા ઉર્ફુ ખુશ્બુ શુક્રવારે સવારે અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જેની પરિવારે આખો દિવસ શોધ કરતા તે ક્યાંય મળી નહીં. જે બાદ આજે બંને બહેનોની લાશ ઘરેથી થોડે દૂર આવેલા કુવામાં તરતી જોવા મળી છે. જેનાથી પરિવારમાં હાહાકાર મચી ગયો છે.
કહેવાય છે કે, પરિવારના લોકોએ કોઈ વાતને લઈને બંને બહેનોને ઠપકો આપ્યો હતો. જેનાથી નારાજ થઈને બંને ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. આખો દિવસ શોધખોળ કરતા બંને બહેનો મળી નહીં. તેથી પરિવારે સાંજ થતાં પોલીસને જાણ કરી. પરિવારના જણાવ્યા અનુસાર, તેનો મોટો ભાઈ દીપક સિંહ શુક્રવારે સવારે ત્રણ વાગ્યે ગામના જ અજય સિંહને ત્યાં ચાલી રહેલી રામાયણમાં ભાગ લઈને ઘરે આવ્યો હતો. આ દરમ્યાન બંને બહેનો હતી અને જાગી રહી હતી. જેના માટે દીપકે તેમને સુઈ જવા કહ્યું અને પછી દીપક પોતાના રુમમાં જઈને સુઈ ગયો.
રવિવાર સવારે લગભગ દશ વાગ્યે ઘરેથી લગભગ બસો મીટર દૂર આવેલા કુવામાં ગામલોકોએ ઉતરીને જોયું તો, પરિવારને જાણ કરી. પરિવારને સૂચના મળતા જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બંને બહેનોની લાશને કુવામાંથી બહાર કાઢી. લાશ જોતા પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. જાણકારી મળતા એએસપી ચક્રપાણી ત્રિપાઠી, સીઓ રાજાપુર નિષ્ઠા ઉપાધ્યાય ફીલ્ડ યૂનિટ ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને મામલાની જાણકારી લીધી.