ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ ગુજરાતભરના વોટર પાર્કસ મુસાફરોથી ઉભરાઇ જતા હોય છે ત્યારે આ સિઝનમાં વોટર પાર્કના સંચાલકોએ કરોડો રૂપિયાના હિસાબોના ગોટાળા કર્યા હોવાની વિગતો સામે આવતાં ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જીએસટીના અધિકારીએ ગુજરાતના 15 વોટર પાર્કસની 27 ઓફિસો પર દરોડા પાડીને 64 કરોડના વિવાદાસ્પદ વ્યવહારો શોધી કાઢ્યા હતા.તપાસ દરમિયાન આ ગોટાળાનો આંકડો 100 કરોડ રૂપિયા પહોંચે તેવી સંભાવના છે.
રિસોર્ટ અને વોટર પાર્કના સંચાલકો જે રૂમ ભાડે આપતા હતા અથવા તો અન્ય કોઇ સેવા આપતા હતા. તેની કોઇ જ એન્ટ્રી જ કરતા નહોતા ઘણી વખત સંચાલકો પોતાના મળતિયા કે કર્મચારીઓના બેંક એકાઉન્ટના ક્યુઆર કોડ પર રૂપિયા લેતા હતા. જેને પગલે કરોડો રૂપિયાની આવકની નોધણી જ કરવામાં આવી નહોતી.
વોટર પાર્કસના સંચાલકો દ્વારા જ્યારે કોઇ ગ્રાહક વોટર પાર્કસમાં આવે ત્યારે તેમની પાસેથી લોકર, કોસ્ચ્યુમ, મોબાઇલ કવર, ટ્યૂબ કે અન્ય ભાડા કે ચાર્જની એન્ટ્રીઓ પણ રિટર્નમાં બતાવતા નહોતા. રાજ્યના 15 મોટા વોટર પાર્કસમાં મહેસાણાનો બ્લીસ, અમદાવાદનો જલધારા, રાજકોટના તમામ અને બનાસકાંઠાના શિવધારા રિસોર્ટની ફરિયાદો અગાઉ પર ડિપાર્ટમેન્ટને મળી હોવાનું ધ્યાને આવ્યું છે. હજુ ઉનાળામાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે જેને પગલે લોકો પોતાના પરિવાર કે ગ્રૂપમાં વોટરપાર્કમાં જવા પડાપડી કરી રહ્યા છે. જે રીતે ગ્રાહકો પાસેથી જુદી જુદી સેવાઓના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. તેની સામે સંચાલકો કરોડો રૂપિયાની એન્ટ્રીઓ છૂપાવી રહ્યા છે જેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદ
1 ફલેમિંગો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ,
2. 7 એસ વોટરપાર્ક એન્ડ એડવેન્ચર,
3.જલધારા વોટરવર્લ્ડ
4 સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક
હિંમતનગર
1.વોટરવીલે વોટરપાર્ક,
2.સુસ્વા વોટરપાર્ક
મહેસાણા
1. બ્લીસ એક્વા વોટર રિસોટ
2.શ્રી ગણેશા ફન વર્લ્ડ
નવસારી : મોદી વોટર રિસોટ્સ એન્ડ એમરોસમેન્ટ પાર્ક
રાજકોટ : 1. વોટરવેલી રિસોટ્સ પ્રા. લી
2.. એકવાટિક વોટરપાર્ક
3. ધી હેવન વોટર રિસોટ્સ એન્ડ રેસ્ટોરન્ટ
4.ધી સમર વેવ્સ વોટર પાર્ક
બનાસકાંઠા
1. શીવધારા રિસોટ્સ
ખેડા : 1.વોટરસિટી વોટરપાર્ક