સરકારને કેપ્ટન અજય ચૌહાણનાં કાળાં કરતૂતોના પુરાવાઓ મળી ગયા, ACBએ ગુનો નોંધ્યો

Spread the love

ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તેમની હકાલપટ્ટી કરીને તપાસ શરૂ કરી હતી. તેમની સામે સતત એક વર્ષ તપાસ કરી પુરાવાઓ ભેગા કરાયા હતા. આખરે સરકારે કૌભાંડી કેપ્ટન અજય ચૌહાણ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સીએમઓમાંથી મંજૂરી આવી ચૂકી છે. ACBએ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.

તે ઉપરાંત કેશમેક એવિએશન પ્રા. લિના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ સામે પણ ACBએ ગુનો નોંધ્યો છે.

કેપ્ટન અજય ચૌહાણે ગુજરાત સરકારના હેલિકોપ્ટર અને વિમાનનો ખૂબ જ દુરુપયોગ કર્યો હતો. પોતાના પરિવારજનોને તેમજ સગાંસંબંધીઓને મફતમાં હવાઈ સફર કરાવી હતી. પોતાને રક્ષણ મળી રહે તે માટે તેમણે કેટલાય રાજકીય નેતાઓને તેમજ તેમના પરિવારોને પણ મફત હવાઈ સફરની મોજ કરાવી હતી. પરંતુ આ વાત બહાર આવતા જ સરકાર ચોંકી ગઈ હતી. પુરાવા મળતાની સાથે સરકારે તુરંત જ કેપ્ટનની ગુજસેલમાંથી હકાલપટ્ટી કરી હતી.આ ઉપરાંત કેપ્ટન અજય ચૌહાણ પોતે ગુજસેલ સિવાય અન્ય કંપનીને ફલાઈંગ ડયુટીની સેવા આપી શકતા નથી તે બાબતથી પોતે જ્ઞાત હોવા છતાં આર્યન એવીએશન પ્રા.લિ. કંપનીને આ અંગેની સેવાઓ પુરી પાડી પોતાના અંગત બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી પોતે આર્થિક લાભ મેળવ્યો હતો.

ગુજસેલમાં મેનપાવર પુરો પાડવા સંબંધે કેપ્ટન અજય ચૌહાણે કેશમેક એવીએશન પ્રા.લિ. સાથે ગેરકાયદેસર રીતે કરાર કરી આ કંપની તરફથી અલ્પેશ ત્રિપાઠી ના મેળાપીપણામાં રહી પોતાના અંગત બેંક એકાઉન્ટમાં 10 લાખ મેળવી આર્થિક લાભ લીધેલ છે. ગુજસેલના આઉટ સોર્સના કર્મચારી, અલ્પેશ પ્રજાપતિ પોતે કેશમેક એવીએશન પ્રા.લિ. ના કર્મચારી ન હોવા છતાં કે આ કંપની વતી તેઓને કોઈ સત્તા સોંપવામાં આવેલ ન હોવા છતા કેપ્ટન અજય ચૌહાણ તથા અલ્પેશ ત્રિપાઠીના મેળાપીપણામાં રહી આ કંપનીમાં 4.60 લાખના વાઉચર તથા બીલમાં સહી કરી તે બીલ અંગે સમાન ગુનાહિત ઇરાદો પાર પાડવામાં મદદગારી કરી છે.

સરકારને કેપ્ટન અજય ચૌહાણનાં કાળાં કરતૂતોના પુરાવાઓ મળી ગયા છે. જેને લઈને સરકારે કેપ્ટનની સામે કડક કાર્યવાહી કરવાનું તેમજ તેમની પાસેથી 3થી 4 કરોડની રકમની વસૂલાત કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રો એવું કહે છે કે, સરકાર પાસે જે પુરાવાઓ આવ્યા હોવાનું કહેવાય છે તેમાં ખાસ કરીને વગર ટેન્ડરે બારોબાર જ કોન્ટ્રાક્ટ આપી દેવાતા હતા. કેટલાંય ટેન્ડરોમાં કેપ્ટને પ્રેઝન્ટેશનના 80 જ્યારે પ્રાઈઝના માત્ર 20 માર્કસ રાખ્યા હતા એટલે કે કેપ્ટન જેને ધારે તેને ટેન્ડર આપી દેતો હતો. ભૂતકાળમાં આ બાબત ધ્યાન પર આવતા જ સરકારે આ પ્રકારનાં ટેન્ડરોને રદ કરી દીધાં હતાં. કેપ્ટન ટેન્ડરો આપવામાં ખુલ્લેઆમ સરકારના નીતિનિયમોનો ભંગ કરતો હતો. કેપ્ટન બે જગ્યાએથી પગાર લેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com