ભિલોડામાંથી આઉટસોર્સિંગ કર્મી લાંચ લેતા ઝડપાયો છે. જેમાં આઉટસોર્સિંગ કર્મી રૂપિયા 400ની લાંચ લેતા ઝડપાયો છે. તેમાં ગાંધીનગર ACBએ છટકું ગોઠવી ઝડપ્યો છે. ACBએ કૌશિક પટેલની ધરપકડ કરી છે. તેમાં EWS સર્ટિ કાઢવા માટે લાંચ માગી હતી.જેમાં અરવલ્લી ભિલોડા તાલુકા પંચાયતમાં એસીબીનું છટકુ ગોઠવતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગર એસીબીએ આઉટસોર્સિંગ કર્મચારીને લાંચ લેતા ઝડપ્યો છે. કૌશિક પટેલ નામનો કર્મી 400 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. ઈડબલ્યુએસ સર્ટિફિકેટ કાઢવા માટે લાંચ માગી હતી. એસીબીની ટ્રેપથી ભિલોડા તાલુકા પંચાયતમાં સન્નાટો છવાયો છે. જેમાં ભ્રષ્ટાચારની ફરિયાદ વચ્ચે લાંચરૂશ્વત વિભાગની કામગીરી શરૂ થઇ છે.
સૌથી નવાઈની વાત તો છે કે માત્ર 11 દિવસમાં જ એસીબીએ રાજયના અલગ અલગ વિભાગોમાં દરોડા પાડીને 22 જેટલા સરકારી બાબુઓ અને કર્મીઓને 15 લાખની વધુની લાંચ લેતા છટકામાં આવી ગયા છે. એસીબીએ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે 3-3 રેડ કરીને લાંચિયાબાબુઓને ઝડપી લીધા છે. જેમાં સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક નરેશ જાની અને મળતિયા કપિલ પ્રજાપતિને રેતી અંગેની કામગીરીમાં કોઈ હેરાનગતિ નહીં કરવા બદલ 2 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે જયારે સુરત મહાનગરપાલિકામાં કર્લાકની ફરજ બજાવતા જીજ્ઞેશ પટેલ અને મેહુલ પટેલને ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.
એસીબીની ત્રીજી ટેપ વલસાડના ઉમરગામમાં થઈ હતી જેમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર દિનેશ કરાંચીવાલાને ફરિયાદી પાસેથી વીજ મીટર નવું લગાવવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટે 12,500ની લાંચ લેતા ઝડપી લીધા છે. છેલ્લા 11 દિવસમાં કુલ 20થી વધુ લાંચિયા બાબુ અને કર્મીઓને ઝડપી લીધા છે જેમાં પોલીસ ઈન્સપેકટરથી લઈને કોમ્પ્યુટર ઓપરેટર સુધીનો સમાવેશ થાય છે. નાગરિકો પાસેથી માત્ર 1500 જેવી લાંચની માગણી કરતા લાખોનો પગાર લેતા આ સરકારી બાબુઓને શરમ પણ આવતી નથી.
એસીબીએ જે વિભાગમાં રેડ કરી છે તેના પર નજર કરીએ તો પોલીસ વિભાગ,કલેકટર કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ, ખાણખનિજ, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા,એજયુકેશન સહિતના અનેક વિભાગો છે જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને રોજબરોજના કામની જરૂરિયાત ઉભી થાય છે અને આ સરકારી કચેરીઓમાં ફરજિયાતપણે જવું પડે છે પણ અહીયા વાત એ છે કે પૈસા આપ્યા સિવાય જાણે કે કોઈ કામ ન કરવાનો નિયમ લીધો હોય તેવી રીતે ઉઘાડેછોગ લાંચ માંગી રહ્યાં છે. દરરોજ એસીબીની સરેરાશ 3થી 5 રેડ પડતી હોવા છતાંય સરકારી બાબુઓ પૈસા કમાવાનો મોહ છોડતા નથી અને રંગેહાથે ઝડપાઈ જાય છે.