દુનિયાભરમાં એવા ઘણા અજીબોગરીબ સ્થળો છે, જેના રહસ્યો હજુ પણ વણઉકેલાયા છે. આમાંના એક સ્થળે મોટેભાગે જોડિયા બાળકો જન્મે છે. તો એક એવું ગામ છે જ્યાં ટુંકા કદના લોકો રહે છે. કેટલીક એવી જગ્યા પણ છે જ્યાં લોકો દિવસ-રાત સૂતા રહે છે. પરંતુ શું તમે એવી જગ્યા વિશે સાંભળ્યું છે કે, જ્યાં છોકરીઓનો જન્મ થાય છે, પરંતુ વધતી ઉંમર સાથે તે છોકરો બની જાય છે.
તમે આ અંગે નહીં સાંભળ્યું હોય. પરંતુ તમને જણાવી દઈએ છે કે, આ ગામે રિસર્ચર્સથી માંડીને વૈજ્ઞાનિકો સુધીને ચોંકાવી દીધા છે. છેલ્લા કેટલા વર્ષોથી અહીં રિસર્ચ થઈ રહ્યું છે, પરંતુ લિંગ પરિવર્તનનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ નાનકડા ગામનું નામ લા સેલિનાસ છે, જે નોર્થ અમેરિકાના દેશ ડોમિનિકન રિપબ્લિકમાં આવેલું છે.
આ વાત જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે કે, આ ગામમાં જન્મેલી છોકરીઓ 12 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરા બની જાય છે. તેમનું લિંગ આપોઆપ બદલાય છે. પુરૂષોની જેમ તેમનો અવાજ ભારે થઈ જાય છે. આખા શરીરમાં વાળ ઉગવા લાગે છે. આ ગામના લોકો દીકરી ઈચ્છે છે, પરંતુ આપોઆપ થતાં લિંગ પરિવર્તનને કારણે જ્યારે છોકરીઓનો જન્મ થાય છે ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે. તેમના ઘરોમાં શોકનો માહોલ છવાઈ જાય છે. રિસર્ચર્સે છેલ્લા ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે, પરંતુ આ પછી પણ કોઈ પરિણામ સામે આવ્યું નથી.
મેડિકલ સાયન્સમાં જેન્ડર ચેન્જ કરવા માટે સર્જરીનો સહારો લેવામાં આવે છે, પરંતુ આ ગામડામાં છોકરીઓ આપોઆપ છોકરાઓ બની જાય છે. ઘણા રિસર્ચર્સ આનો સાચો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કેવી રીતે થાય છે તે કોઈ જાણતું ન હતું. જો કે મોટાભાગના લોકો આ ગામને શ્રાપિત માને છે. તો કેટલાક એક્સપર્ટ આ લિંગ પરિવર્તનનું કારણ આનુવંશિક રોગ માને છે, જેનું નામ છે ‘સ્યુડોહર્માફ્રોડાઇટ’. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ આનુવંશિક ખામીને કારણે છોકરીઓના રૂપમાં જન્મેલા બાળકોના અંગો ધીમે ધીમે પુરૂષની જેમ બદલવા લાગે છે. એટલે કે સર્જરી વગર છોકરી આપોઆપ છોકરો બની જાય છે. ઘણા સંશોધકો હજુ પણ તેની તપાસમાં લાગેલા છે. જેથી આવા કિસ્સાઓ અટકાવી શકાય.
એક રિપોર્ટ મુજબ, ન્યૂયોર્કના ઉત્તરી ભાગમાં કોર્નેલ યુનિવર્સિટીના ડોક્ટરો આ તબીબી વિસંગતતાવાળા કેટલાક બાળકો પર રિસર્ચ કરવા આ ગામમાં પહોંચ્યા, તેમાંથી કેટલાકને રિસર્ચ માટે તેમની સાથે અમેરિકા પણ લાવ્યા હતા.
એક રિપોર્ટ પ્રમાણે, જોની નામના છોકરાનો ઉછેર નાનપણથી જ છોકરીની જેમ થયો હતો. પરંતુ વધતી ઉંમર સાથે તેનું લિંગ બદલાયું અને પછીથી તે જોની બની ગયો. જોનીએ વાતચીતમાં કહ્યું, ‘મને છોકરીઓની જેમ ડ્રેસ પહેરવાનું ક્યારેય પસંદ નથી. મારા માતા-પિતાએ છોકરીઓના રમકડાં ખરીદ્યા પરંતુ હું ક્યારેય તેની સાથે ન રમતો. જન્મથી છોકરી હોવા છતાં, જ્યારે પણ હું છોકરાઓને રમતા જોતો ત્યારે હું તેમની સાથે રમવા માટે રોકાઈ જતો.