એસીબીની જુદી જુદી ટીમોએ છેલ્લા થોડા જ દિવસોમાં અનેક લાંચિયા બાબુઓને ઝડપી પાડ્યાં છે, આજે ભરૂચના દહેજમાં કસ્ટમ અધિકારી પણ એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદી દહેજમાં આવેલા સેઝ વનમાં કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતા હતા, જેમની પાસેથી અધિકારીએ રૂપિયા 40 હજારની લાંચ લીધી અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ડેવલપમેન્ટ કમિશનરશ્રીની કચેરી, દહેજ સેઝ-૧, જિ.ભરૂચના પ્રિવેન્ટીવ ઓફીસર, વર્ગ-૩ (કસ્ટમ ઈન્સ્પેક્ટર) મુકેશકુમાર રામધીનસિંગ રૂ।.૪૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
— ACB Gujarat (@ACBGujarat) June 12, 2024
જીઆઇડીસીમાં આવેલા સેઝ વનના ગેટમાં સિવિલ સેન્ટીંગનો સામાન લઈ જવા અને સામાન બહાર કાઢવા ગેટ પર ચેકિંગ કરાવીને પેપર પર સહી- સિક્કા કરાવવાના હતા, આ માટે કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામજીનસિંગે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને ફરિયાદીને હેરાન કર્યાં હતા.
કંટાળીને ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. હાલમાં એસીબીની તેમની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.