SC, ST, OBC સમાજને સહી ઝુંબેશ માં લેવા જતા સહી કરવાની સ્પષ્ટ ના, એક આગેવાને આગેવાની લીધી,
ગુજરાતનું GJ-18 નું રાજકારણ ભારે અટપટું છે, ત્યારે મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના પદને લઈને અત્યારે ભારે વિવાદ સર્જાયો છે, બે મહિના ચૂંટણીનું વિઘ્ન આવી ગયું અને પછી તારીખ લંબાઈ, ત્યારે હવે ૧૮ જુલાઈના રોજ નિમણૂકો થશે તેવી વાત ચાલી છે, પણ બીજું નવું આવ્યું કે ફરી સેન્સ લેવાની પ્રક્રિયાથી વાતો પણ ચાલી રહી છે, ત્યારે સેન્સ પ્રક્રિયા ફરિયાદ લેવામાં આવે તો જેમણે જે ભલામણ કરેલ હતી તેમાં નવા અંડાગંડા સાથે નવા નામો આવી શકે, ત્યારે હવે સમસ્યાની ગુંચ કાઢવાના બદલે વધુ ગુચવડો ઉભો થઈ રદયો છે, ત્યારે ચેરમેન તરીકે જશુ પટેલ (ઉર્ફે જોરદાર) ની કામગીરી ને અનુરૂપ ફરી રીપીટ થવાની વાતો આવતા અનેક નગરસેવકો ચોકી ગયા છે, ત્યારે ઘણા મુંગેરીલાલના સપના જોતા અને પોતે એવું માર્કેટમાં કહી રહ્યા છે, કે હું ચેરમેનમાં આવું એટલે આ સ્ટાફ બદલી નાખવો છે ચેમ્બરનું મોં આ બાજુ કરી દેવું છે, ત્યારે જશુ જોરદારની રીપીટમાં કેન્દ્રના અને ભાજપના પ્રદેશના નેતા થી લઈને ત્રણ જેટલા ધારાસભ્ય પોતે રસ લઇ રહ્યા છે મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચકક્ષાએ ગુડ બુકમાં જશુ જોરદાર નું નામ અને લેબલ મોટું થયું છે, જે રિપીટ થાય તો એક મોટી ઘટના કહી શકાય,
જશુ જોરદાર સામે હાલ ખબરદાર, મરોડદાર સહી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે આ સહી ઝુંબેશ માં ભ્રષ્ટાચાર, ખાયકી, આ બધું નહીં પણ અમને મુકો, અમે જૂના છીએ, હા, ઘણા જ એવા નગરસેવકો છે, જેમણે ૩૦ વર્ષથી વધારે સમયથી પક્ષ પાર્ટી માટે ઝઝુમી રહ્યા છે, ઘણા એવા વિસ્તારો વર્ષો પહેલા હતા તેમાં ચૂંટણીમાં ટેબલઓ મૂકવા દેવાતા નહીં, ત્યારે આ નગરસેવકો ઝઝુમી રહ્યા હતા, જશુ જોરદાર ને ચાન્સ આપ્યો, તેણે કામ કરીને બતાવ્યું, પણ બીજા નગરસેવકો પણ ટેલેન્ટેડ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નહીં પણ જે નિર્ણય કરવામાં આવશે તે ઉચ્ચકક્ષાએ અને AS પોતે જ કરશે, બાકી AS થી લઈને પ્રદેશકક્ષાએ ગુડબુકમાં નામ જસુનું જોરદાર અને બિન વિવાદી ચાલી રહ્યું છે, હવે ૪૫ ડિગ્રી તડકામાં પણ નગરસેવકો બપોરિયા કરીને મીટીંગો કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે રાત્રે બે વાગ્યા સુધી મિટિંગોનો દોર ચાલ્યો છે, ઘણા નગરસેવકો ને તો ફોન કરીને સહી ઝુંબેશમાં જોડાવા પણ આહવાન સાથે ફોન કરવામાં આવ્યા છે, SC, ST, OBC સમાજ આ બબાલથી દૂર થઈ ગયો છે, અને જણાવે છે, કે અમને તો કશું જ મળવાનું નથી, તો પછી વાદ, વિવાદ માં શું કામ પડીએ, વિકાસમાં જ પડીએને, ત્યારે હાલ જોવા જઈએ તો ૪૧ નગર સેવકો ભાજપમાં છે, અને બે કોંગ્રેસના જોડાતા સંખ્યા ૪૩ થઈ છે, ૪૩ સંખ્યા આટલી મોટી હોવા છતાં કેન્દ્રીય ગૃહ મંત્રીને જોઈએ તેવી લીડ શહેરમાંથી અપાવી શક્ય નથી, ૪૧ નગર સેવકો ભાજપના હોય તો મતદાન ૭૫% થી વધારે થવું જોઈએ, તેટલું મતદાન થયું નથી, બાકી ઘણા ના પગ AS પાસે જવા કાચા પડે છે,
ભાજપમાં અત્યારે બધું સારું અને શાંતિ નથી, આવનારા તોફાન પહેલાની મનપાની શાંતિ છે, બાકી મનપામાં હોદ્દેદારોની નિમણૂક બાદ વાદ,વિવાદ વકરવાનો છે, સૌથી કફોડી હાલત બે ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોરની થઈ ગઈ છે, કોની ભલામણ કરે? સાત જેટલી મહિલાઓ રીટાબેનના ગળે પડીને કહે છે, અમારી ભલામણ કરો, અલ્પેશજી ઠાકોર ગાંધીનગર કાર્યાલય આપે તો હાલ અરજાદોર કરતા નગરસેવકોની સંખ્યા અલ્પેશજી પાછળ ટાંગાઈ ગયા છે, ત્યારે ભાજપના એક નેતા પણ આ પ્રકરણ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન થી તોબા પોકારી ગયા છે, બાકી અઢી વર્ષની મુદત માટે હોદ્દેદારોની નિમણૂકમાં ત્રણ મહિના તો જતા રહ્યા અને હવે વધ્યા સવા બે વર્ષ, રીપીટ થિયરીની વાતોથી અનેક નગરસેવકોને રીપીટ કરવામાં આવે તે સંદર્ભે ઉચ્ચકક્ષાએ સહી ઝુંબેશ ચલાવીને રજૂઆત કરે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, હાલ મહાનગરપાલિકામાં એક જ ટોપિક ચાલી રહ્યો છે કે હોદ્દેદારોમાં કોણ આવે છે, બોક્સ
– જશુ જોરદાર રીપીટના સમાચાર થી અનેક લોકોના પેટમાં ફાળ પડી છે, ૪૫ ડિગ્રી તાપમાં બપોરિયા મિટિંગો શરૂ થઈ ગઈ છે, રાત્રે બે વાગ્યા સુધી મીટીંગો ચાલતા અને સહી ઝુંબેશ માં ફોનોની ધંટડીઓ રણકાવતા ભારે વિવાદનો વંટોળ અત્યારે ચાલી રહ્યો છે, સહી ઝુંબેશ જશુ જોરદાર સામે ચાલી રહી છે તેમાં વાદ, વિવાદ ભ્રષ્ટાચાર, કૌભાંડની ફરિયાદો નહીં, પણ હવે અમે સિનિયર છીએ, અમોને મૂકો, ત્રીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ, હા, પણ રજૂઆત કરનારાઓની વાતમાં પણ દમ છે, ચાન્સ મળશે તો જશુ જોરદારે કરેલા કામોના તીર નવાજો ચેરમેન મુકાય તો પોતે પણ કરશે, પણ ચાન્સ તો આપો, ઘણા જ નગરસેવકોનો જોઈએ તો આ છેલ્લો ચાન્સ પણ કહી શકાય, નો રીપીટ થિયરી આવે તો ગરબા જ ગાવાના ને…
– કફોડી હાલત બે MLAની થઈ ગઈ છે, કોની ભલામણ કરે? બધાની હા… હા… કહીને ના થોડી પડાય છે, બાકી હોદો મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નગર સેવક બનાય પણ ધારાસભ્ય ન બનવું, અત્યારે જેટલા નગર સેવકોના ફોન ધારાસભ્ય પર આવે છે, તે અત્યારે મોટા ભાગના ભલામણના આવે છે, રીટાબેન મોટાભાગના નગર સેવકોને ઓળખે છે, અને કુંડળી જાણે છે, પણ ભલામણ કોની કરવી, ત્યારે અલ્પેશજીએ અગાઉ લિસ્ટ બનાવીને ભલામણ કરવા સેન્સ લેવા જતા અલ્પેશજીએ સેટિંગ ડોટ કોમ નામનું તપેલું ઊંધું વાળી દેતા અનેકના સેટિંગ વિખેરાઈ જતાં અત્યારે મોટાભાગના ઓક્સિજન ઉપર હોય તેમ શું થશે? આપણું નામ છે કે નહીં? કે નહીં? આ બધું ચાલી રહ્યું છે, ભાજપમાં હવે કોંગ્રેસ કલ્ચરલની એન્ટ્રી થઈ ગઈ છે, પહેલાં કોંગ્રેસમાં સહીં ઝુંબેશથી લઈને વિરોધીઓના ટોળાઓ લઇને રજુઆત કરવા
જતાં, હવે ભાજપમાં પણ સહીં ઝુંબેશ અને પછી પ્રદેશ કક્ષાએ ટોળા શાહી રજુઆત, સહીં ઝુંબેશ બાદ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ?
આગેવાની લેશે કોણ? જે આગેવાની લઈને પ્રદેશથી લઈને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા આગેવાની લેનારાનો જ પ્રથમ ભોગ લેવાઈ જાય તો
નવાઈ નહીં,