NEETમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ,NEET માં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહિ, ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે, પેપર લીંક અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રવકતા ડૉ. મનીષ દોશી

Spread the love

ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશી

પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠ જેમાં ‘પૈસા દો, પેપર લો’ નો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી

સમગ્ર NEET માં થયેલ ગેરરીતિ, ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રિમકોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગણી

અમદાવાદ

NEET માં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહોતી. ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે, પેપર લીંક થયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીના ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, NEET આપનાર ૨૪ લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે. NEETમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠ જેમાં ‘પૈસા દો, પેપર લો’ નો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે. શું NEET નું પેપર લીંક થયું હતું ? શું તેની તપાસ થઈ ? જો પેપર લીકની વાત સાચી ન હોય તો, પછી બિહાર પટણામાં FIR દાખલ થઈ, ૧૯ જણાની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે અમોને NEET પ્રશ્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું તો પછી આ સમગ્ર બાબતે NTA અને કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી ? શા માટે છુપાવી રહ્યાં છે? પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ ? ૨૪ લાખ વિદ્યાર્થીઓ NEET આપે છે ત્યારે માર્કસ અને રેંકના આ ખેલમાં સફળતા માટે રાત દિવસ મહેનત કરનારના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. દેશમાં NEET ના કૌભાંડ, ગોલમાલ, કોના સંતાનોના ફાયદા માટે, બરોડામાં કેટલા સમયથી ગોઠવણ થતી હતી ? માલેતુજારના લોકોના છોકરાઓને ડોક્ટર બનાવવા આ કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કેમ મૌન છે ? ગુજરાતમાં ગોધરા સહિતની શાળામાં થયેલ NEET કૌભાંડમાં શાળા અને વડોદરાના કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સહિતના મુદ્દે બીજા ક્યા ક્યા મોટા મોટા માથા સંકળાયેલા છે ? બીજી કઈ શાળાઓમાં સમગ્ર ગોઠવણો ગેરરીતી ચાલતી હતી ? NEET માટે રજિસ્ટ્રેશન ૯/૦૨/૨૦૨૪ થી ૯/૦૩/૨૦૨૪ જે પાછળથી ખાસ કિસ્સામાં ૧૬/૦૩/૨૦૨૪ રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી ? NEET પરિણામ ૧૦ દિવસ પહેલા આપવા પાછળ NTA સત્તાધીશો કેમ જવાબ આપતા નથી ? લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને NEET ના પરિણામની ગેરરીતી-ગોટાળા છુપાવવાની યોજના કોણે ઘડી ? ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા પ્રધાનમંત્રી ૨૪ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી NEET માટે ક્યારે ચર્ચા કરશે ? NTA એ સુપ્રિમકોર્ટમાં નોર્મલાઈઝેશનની આપેલી પ્રથમ વખતના જવાબની થિયરી કોના ફાયદા માટે અને કોના બચાવ માટે હતી ? સમગ્ર NEET માં થયેલ ગેરરીતિ, ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રિમકોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com