અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને વિશાખા ગ્રુપ ના સહયોગ થી GCCIના સભ્ય એસોશિયેશનો સાથે તા: 1લી જૂનથી 14મી જૂન, 2024 સુધી મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિએશન ખાતે 1લી જૂન, 2024ના રોજ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. GCCI દ્વારા તમામ સહભાગી એસોશિયેશનોને તેમના અમૂલ્ય યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.સહભાગી એસોશિએસનોના સન્માન સમારોહ દરમિયાન GCCI ના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મિહિર પટેલ, તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી પથિક પટવારી અને સેક્રેટરી શ્રી અપૂર્વ શાહ હાજર રહ્યા હતા, જીસીસીઆઈના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલે તેમના સંબોધનમાં ઉમદા હેતુ માટેના યોગદાન માટે તમામ દાતાઓની પ્રશંસા કરી હતી, જેમાં ગુજરાત ભારતમાં સૌથી વધુ રક્તદાન કરે છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમણે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દરમિયાન આયોજિત રક્તદાન શિબિરોની સૂચિ નીચે મુજબ છે.
ઉપરોક્ત કેમ્પ ઉપરાંત, તા. 21મી જૂન, 2024ના રોજ કર્ણાવતી ક્લબ ખાતે વધુ એક બદલ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં સારી સંખ્યામાં બ્લડ કલેકશન થવાની અપેક્ષા છે.
મહાજન સંકલન કમિટીના ચેરમેન શ્રી આશિષ ઝવેરીએ 15 દિવસની બ્લડ ડોનેશન ડ્રાઈવમાં સંપૂર્ણ સહયોગ બદલ તમામ સહભાગી એસોશિયેશનોનો, ગિફટ સ્પોન્સર વિશાખા ગ્રુપ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.