ગુજરાતની સંસ્થા ક્રાંતિ સંગઠન અને ગુજરાત ખેડૂત એસોસિએશન વતી ખેડૂત આગેવાન ભરતસિંહ આર ઝાલા દ્વારા દેશના ટોટલ બજેટના ૫૦% રકમ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલ મજૂરો એવા પશુપાલન કર્તા માટે ફાળવવા પીએમથી લઈને મુખ્યમંત્રી, સાંસદ, કૃષિમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે, કે એક હેક્ટર જમીનમાં એક લાખ રૂપિયા સુધી ખર્ચ આવે છે, ખેડૂતોને પોષણષમ ભાવ મળે, કુદરતી આપત્તિમાં યોગ્ય અને સમયસર વળતર મળે તેમ અનેક મુદ્દાઓ સાથે પત્ર પાઠવ્યો છે,
વધુમાં એકર દીઠ ૨૫૦૦૦ જેટલી રકમ ગમે તેટલી જમીન હોય તે મુજબ જે સર્વે નંબરમાં થયું હોય તે મુજબ નાણાકીય જોગવાઈ કરવામાં આવે પશુપાલન દૂધ ઉત્પાદકને યોગ્ય ભાવ પોષણષમ મળે, સરકારી વિભાગોમાં વર્ગ-૪ ના કર્મચારીઓને હક આપવામાં આવે છે, તેમ ગ્રામિણ વિસ્તારના ખેડૂતો સાથે સંકળાયેલા મજદુર પશુપાલન કરતા ને એના અડધા ભાગની આવક થાય એવી વ્યવસ્થા ઊભી કરવા માટે વિચાર-વિમર્શ કરી કાયમી ધોરણે ઠોસ પગલાં લેવામાં આવે તેવી રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે,
બોક્સ
ક્રાંતિ સંસ્થાના ભરતસિંહ ઝાલા દ્વારા પ્રધાનમંત્રીથી લઈને કૃષિમંત્રી સુધી ખેડૂતો, મજદૂરો માટે વધુ બજેટ ફાળવવા કરેલ ચાહવાન