રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં અત્યંત મહત્વની ફાઇલ ગુમ થવા મામલે જવાબદાર સામે કડક પગલા લેવામાં આવશે.. ફાઈલ ગુમ થવા મામલે ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા છે.
મહત્વપૂર્ણ છે કે ગુમ થયેલી ફાઇલ 2021માં પોલીસની મંજૂરી આપવાની સત્તા અંગેની વિગતો ધરાવતી હતી. ટીઆરપી ગેમ ઝોનનું ઉદઘાટન પણ 2021ની સાલમાં જ થયું હતું અને તેના ઉદઘાટન સમારંભમાં રાજકોટ પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ફાઇલ મળવી એટલા માટે જરૂરી છે કારણ કે આ ફાઇલને જોયા બાદ જ એ વાતનો ખ્યાલ આવશે કે 2021માં કયા પોલીસ અધિકારી દ્વારા આ ગેમઝોનને મંજુરી આપવામાં આવી હતી.
સુત્રોનુંમાનીએ તો ગેમઝોનના માલિકો દ્વારા ગેમઝોનની મંજુરી માટે સૌ પ્રથમ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. બાદમાં અરજી રાજકોટ પોલીસની લાયસન્સ બ્રાંચ પાસે પહોંચી હતી, તેને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર પાસે મોકલવામાં આવી હતી.