અખીલ ભારતીય ગૌરક્ષ સમિતિ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રભારી અને મહામંત્રી તરીકે નિમણુંક પામેલ આશાબા વાઘેલા એક નવતર પ્રયોગ હાથ ધરવા જઇ રહ્યા છે. સોમવારે બકરી ઇદ છે ત્યારે આ દિવસે કોઇપણ કતલખાના ચાલુ હશે તેમજ કોઇપણ જગ્યાએ ગૌહત્યા થતી હશે તે જગ્યાએ જઇ જનતા રેડ પાડી પ્રવૃત્તિઓ બંધ કરાવવાનું એલાન કર્યું છે.રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અને અખિલ ભારતીય સર્વદળીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિએ જાહેરાત કરી છે.
આ અંગે પોલીસ કમિશ્નર મ્યુ. કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવી કતલખાના બંધ રાખવા રજૂઆત કરી છે. આ ઉપરાંત સોમવારે બકરી ઇદના દિવસે કતલખાના ચાલુ હશે તો જનતા રેડ પાડી બંધ કરાવાશે.
ગૌહત્યાને રોકવા અખિલ ભારતીય સર્વદળીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિએ ખાસ ઝુંબેશ શરૂ કરી છે જે કોઇ સ્થળોએ ગૌહત્યા થતી હશે તેની જાણકારી અનુસાર અખીલ ભારતીય ગૌરક્ષા સમિતિ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મહામંત્રી અને કાર્યકરો સ્થળ પર જઇ પ્રવૃત્તિઓ બંધ કરાવશે.