પોર્ટેબલ એસી : નહીં કોઈ તોડફોડ કરવી પડે, કે નહીં ફિટિંગની ઝંઝટ

Spread the love

જે રીતે આજકાલ ભીષણ ગરમી પડી રહી છે, તેમાં એસી વગર એક કલાક પણ કાઢવો મુશ્કેલ બની જાય છે. જે લોકોના પોતાના ઘર છે તેઓ સરળતાથી એસી ફિટ કરાવી શકે છે. પરંતું કેટલાક લોકો એવા છે, જેઓ નોકરીના કારણે અન્ય શહેરોમાં રહે છે, અને સમયાંતરે શહેરો બદલતા રહે છે. તેથી એસી પણ નવા ઘરમાં શિફ્ટ કરાવવાની મહેનત પડે છે. આવામાં તોડપોડ કરવાની જરૂર પડે છે, અથવા વારંવાર ફિટિંગ કરાવવી પડે છે.

મકાન માલિકની પરમિશન લેવી પડે છે. આવા કિસ્સામાં હવે દિવાલ પર એસી ફિટ કરાવવા કરતા એવુ એસી લાવો જેને લગાવવા કોઈ તોડફોડ કરવી ન પડે, અથવા ઈલેક્ટ્રિશ્યનની જરૂર ન પડે. માર્કેટમાં આવું કમાલનું એસી આવી ગયું છે.

માર્કેટમાં એવુ એસી આવી ગયું છે, જેને લગાવવા ન તો મકાન માલિકના પરમિશનની જરૂર પડશે, અને ન તો તોડફોડટ કરવાની જરૂર પડશે. આ એસીને તમે ઘરમાં ઈચ્છા હોય ત્યાં સરળતાથી મૂકી શકો છો.

માર્કેટમાં પોર્ટેબલ એસી પણ ઉપલબ્ધ છે, જેનો તમે કૂલરની જેમ ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. જેના બાદ તમને ગરમીથી રાહત મળશે. કોઈ પણ રૂમમાં મૂકીને તેને ઠંડો બનાવી શકો છો. સારી બાબત એ છે કે, પોર્ટેબલ એસીને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડી શકાય છે.

પોર્ટેબલ એસીની વાત કરીએ તો, તેમાં એડજસ્ટ પાઈપ લાગે છે, જે ગરમ હવાને ઘરની બહાર ફેંકે છે અને ઘરને કુલિંગ કરે છે. એટલે કે, એસીની સામે બેસીને તમને ગરમીનો અહેસાસ નહિ થાય.

જો તમે પોર્ટેબલ એસી લેવા વિશે વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, અન્ય એસીની જેમ આ પણ 1 ટન, 1.5 ટન, 2 ટનના મોડલમાં ઉપલબ્ધ છે. અનેક કંપનીઓ માર્કેટમાં પોતાના પોર્ટેબલ એસી લોન્ચ કરી ચૂકી છે.

જો તમે 1 ટન એસી ખરીદવા માંગો છો તો તેની કિંમદ 30 થી 35 હજારની કિંમતમાં મળી જાય છે. જ્યારે કે 2 ટનવાળા એસીની કિંમત 40 થી 45 હજાર રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com