રાજ્યની જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટ્રાચાર કર્યો છે: શક્તિસિંહ ગોહિલનો આરોપ

Spread the love

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત સરકારના બે પરિપત્રો દર્શાવી તેમણે કહ્યુ કે, ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી. જ્યારે ૯૦ ટકા પ્લોટનુ વિતરણ થાય ત્યારે જીઆઇડીસીને સંતૃપ્ત એટલેકે સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવામાં આવે છે.

બાકીના ૧૦ ટકા પ્લોટ જંત્રીના ૨૦ ટકા ઉમેરી જાહેર હરાજીથી વેચી શકાય. ચાઇનમાં કેમીકલ ઝોન બંધ થતાં પરિપત્ર કરી દહેજ અને સાયખા જીઆઇડીસીમાં ૨૮૪૫ રૂપિયા પ્રતિ વારે ૨૦૦૦ વાર થી ૧૦૦૦૦ વારના પ્લોટ માટે અરજીઓ મંગાવી, અનેક માત્રામાં અરીજીઓ આવતાં સરકારે ૨૭ જુલાઈ ૨૦૨૪એ પરિપત્ર કરીને સાયખા અને દહેજ જીઆઈસીલને સેચ્યુરેટેડ જાહેર કરી છે. જેનાથી જુની અરજી કરનારા ઉદ્યોગપતીઓને વધારે રૂપિયા આપી પ્લોટ ખરીદવાનો ડર લાગ્યો. આ સમયનો ભાજપના મળતીયાઓ અને અધિકારીઓએ લાભ લઇ જરૂરિયાત વાળા ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહિવટ કરી ભ્રષ્ચાચાર કર્યો.

શક્તિસિંહ ગોહિલે વધુ આક્ષેપો કરતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં પાંચ લાખ ૨૫ હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય જેનાથી સરકારની તીજોરીને ૩ અબજ પચાસ કરોડ અને બીજા તબક્કામાં ૨૦ લાખ ચોરસ મીટર જમીનથી સરકારને ૧૨ અબજ ૨૦ કરોડનું નુકસાન થયું. આ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ પાસે સમગ્ર પ્રકરણ ન્યાયિક તપાસની માંગ કરી છે.

તેમણે ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફીસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવે તેમણે માંગણી કરી છે કે, છ મહિનામાં સેચ્યુરેટ ઝોનમાંથી અન સેચ્યુરેટેડ ઝોનનુ કાવતરુ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવે. સ્પ્રેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ હોવા છતાં જીઆઈડીસીએ વગર હરાજીની અરજીઓ કેમ મંગાવી. ઈડી સીબીઆઇ અને ઈન્કમટેક્ષ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવે.

GIDCના ભ્રષ્ટ્રાચાર મુદ્દે શક્તિસિંહ ગોહિલના મુખ્યમંત્રી પર પ્રહાર કહ્યું કે, મૃદુ અને મક્કમ નહિ મજબૂત બનો. આવા મૃદુ રહેશો તો દાદા ભગવાન પણ માફ નહિ કરે. ભ્રષ્ટ્રાચાર મુદ્દાની તપાસ કરવા ખેડા જાવ છો. તમારા નાક નીચે આટલો મોટો ભ્રષ્ટ્રાચાર થયો તે ખબર નથી. મામલતદારની બદલી કરો છે, ક્યાં મંત્રીએ આ કર્યું તે ખબર નથી.

ભાજપ અધ્યક્ષ સી આર પાટિલનું નામ લીધા વગર ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતા મરાઠી છે એટલે મરાઠી કેડરના અધિકારીનું પોસ્ટિંગ કરાવે. સારા અધિકારીને સાઈડમાં ધકેલી દેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com