પાવાગઢમાં બનેલી ઘટનાના પડધા સુરતમાં પણ જોવા મળ્યા છે. મોડી રાતે જૈન સમાજના લોકો કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા અને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. તીર્થકરોની મૂર્તિ ખંડિત કરવાને લઇને રોષે ભરાયેલા જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ અમારી આસ્થા પર પ્રહાર છે, અમારે આશ્વાસન નહીં પણ રિઝલ્ટ જોઇએ છે.
જૈન સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થકરોની મૂર્તિને ખુબ જ બહેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે તોડીને, ઉખાડીને ફેકી દેવામાં આવી છે.
અમુક પ્રતિમાજીઓ ખંડિત થઇ છે. વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી અને માંગણી હતી. એ લાગણી અને માંગણી બંનેને ઠુંકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે. જે બન્યું એનો સખત આઘાત છે. આશ્વાસન અમને જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ છે
વધુમાં જણાવ્યું હતું કે કલેકટર કચેરીએ અમે આસિસ્ટન્ટ કલેકટર વિજયભાઈ રબારીને મળ્યા છીએ, એમણે અરજીપત્રક અમારું સ્વીકાર્યું છે અને આશ્વાસન એમણે આપ્યું છે. ખૂબ વેદના સાથે અમારે કહેવું પડ્યું છે કે અમારે આશ્વાસ નહી પણ રિઝલ્ટ જોઈએ છીએ, હજી પાલીતાણાના આંસુ અમારા સુકાયા નથી, અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવા વાળી પ્રજા, અમે ભાઈચારથી રહેવા વાળી પ્રજા અમે દરેક આપત્તીમાં મદદ કરવા વાળી પ્રજા, અમારે કોઈ લાભ, કે કે બેનીફીટ નથી જોઇતા, સબસીડી નથી જોઈતી, અમારે ન્યાય જોઈએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, અમારા તીર્થો અમારા વારસાની સલામતી સુદ્ધા અમને ના મળે અને રોજ ક્યાંકને ક્યાંક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો જ નહી, પાવાગઢનો તાજો મુદ્દો છે, અમારી પાસે આવા પુષ્કળ મુદાઓ છે અને દરેક મુદ્દાઓ માટે અમે વર્ષોથી લડી રહ્યા છીએ, રડી રહ્યા છીએ, વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છીએ અમને આશ્વાસનથી વધારે લગભગ કઈ મળતું નથી હવે અમને રિઝલ્ટ જોઈએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે સગા દીકરો કોઈનો ઓફ થઇ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે. અમે ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે. તેઓએ સંઘના અગ્રણીઓને પગલા લઇ રહ્યા છીએ તેમ જણાવ્યું છે. જલ્દીમાં જલ્દી અપરાધીઓને કડકમાં કડક સજા થશે, એ જ જમીન એજ તીર્થનકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રરત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપ્યું છે.