હાલના સમયમાં દેશમાં ભયંકર મંદીનો માહોલ છવાયેલો છે. સરકારે નોકરીઓ આપવાની વાતો કરી હતી પણ લોકોને પોતાની નોકરીઓ ગુમાવાનો ભય છે. દરરોજ હજારો કર્મચારીઓ પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. પ્રાઇવેટ જ નહિ પરંતુ સરકારી કર્મચારીઓ પણ છુટા થઇ રહ્યા છે. આવા માહોલમાં પોતે ખોદેલા ખાડામાં પોતે જ પડ્યાની સ્થિતિ ભાજપના આ નેતા સાથે બની છે. આવી મંદીમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગળ પ્રતાપ લોઢાની રીયલ એસ્ટેટ કંપની મેક્રોટેકે 400 કર્મચારીઓને મંદીના કારણે છુટા કરી દેવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે લોનનો બોજો અને વેચાણમાં ઘટાડાને કારણે કંપનીએ આ પગલુ લીધુ છે. લોઢાની કંપની સેક્ટરમાં સૌથી મોટી કંપનીઓ પૈકી એક ગણાય છે. કંપનીનુ કહેવુ છે કે, કર્મચારીઓના કામકાજના પ્રદર્શનને જોઈને છટણી કરવામાં આવી છે. જે કર્મચારીઓને છુટા કરાયા છે તે જુનિયર લેવલના કર્મચારીઓ છે. કંપની 50,000 લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપે છે. દરેક મોટી અને સરકારના મિત્રોની કંપનીની જેમ લોઢાની કંપની મેક્રોટેક પર હાલમાં 25,000 કરોડનુ દેવુ છે. બે ગ્લોબલ રેટિંગ એજન્સિઓ મૂડીઝ અને ફિચે કંપનીને નેગેટિવ રેટિંગ આપેલુ છે. આવી સ્થિતિમાં બેંકો લોનની રકમ ઉઘરાવાને બદલે NPA (નોન પરફોર્મિંગ એસ્સેટ)માં તેની ગણના કરી નાખે છે અને જનતાં પર તેનો બોજો પડે છે.