જો તમને શરીરમાં વધુ ગેસ થઇ જતો હોય અને વારંવાર વાછૂટ થતી હોય તો આપની આ તકલીફને તમે તકમાં પરિવર્તિત કરીને ઇનામ જીતી શકો છો. કારણકે સુરતમાં સૌ પ્રથમ યોજાવા જઇ રહી છે ઓપન પાદ સ્પર્ધા. જેના માટે 100થી વધુ લોકો રજિસ્ટ્રેશન પણ કરાવી ચૂક્યા છે. આદમ પાદમ ભૂમ ભડાકા, કનિષ્ઠ પાદમ પીપૂડી, મધ્યમ પાદમ સૂરસૂરીયું, બહુ ગંધાય , બહુ ગંધાયકદાચ પાદવાનો આ મંત્ર આપે પહેલીવાર સાંભળ્યો હશે. પરંતુ પાદવાના આ મંત્રમાં પાદણના જે પ્રકાર છે તેવા જ પ્રકારના પારિતોષિક સુરતમાં ઓપન પાદ સ્પર્ધામાં અપાશે. વાત કંઇક એમ છે કે સુરતમાં બે મિત્રોએ 22 તારીખે ઓપન પાદ સ્પર્ધા યોજવાનું નક્કી કર્યુ છે. પાદવાની આ સ્પર્ધામાં જુદા જુદા પ્રકારની વાછૂટ કરનારને વિવિધ કેટેગરીમાં ઇનામો અપાશે. જેમાં સૌથી લાંબુ પાદનાર, વધારે અવાજમાં પાદનાર, સૌથી દુર્ગંધયુકત પાદનારને ઇનામ અપાશે.
આ સ્પર્ધામાં ચોથી કેટેગરી મ્યુઝિકલ હશે જેમાં સૂર તાલમાં સૂરસૂરીયું કરનારને શ્રેષ્ઠ ઇનામ અપાશે. આમ તો જાહેરમાં વાછૂટ કરવાથી લોકો સંકોચ અનુભવતા હોય છે. પરંતુ અહીં તો મન મૂકીને મુક્ત મને ધડાકા કરી શકાશે. આમ પણ ડોકટર્સ આ ક્રિયાને શરીર માટે સારી ગણાવી રહ્યા છે ત્યારે સુરતમાં યોજાનારી આ સ્પર્ધા એક નવી પહેલ જરૂરથી બની જશે.