અમદાવાદમાં PGમાં રહેતા યુવકે આપઘાત કર્યો છે. જેમાં એલિસબ્રિજના હર્ષ એપાર્ટમેન્ટમાં આપઘાત કર્યો છે. ત્યારે દિવ્યેશ બિશ્નોઈ નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. દિવ્યેશ અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હતો.જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
એલિસબ્રિજમાં પીજીમાં રહેતા યુવાને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જેમાં હર્ષ એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષીય દિવ્યેશ બિશ્નોઈ નામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોથી આત્મહત્યા કરી છે. દિવ્યેશ અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યો હતો તેમજ એલિસબ્રીજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તાજેતરમાં વસ્ત્રાલમાં હીરાબા સ્કૂલ સામે આવેલ મહાદેવ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષીય યુવકે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. શનિવારે સવારે 12 વાગ્યાની આસપાસ યુવક સ્ટેશનની ગ્રીલ પર ચઢી ગયો અને પલભરમાં નીચે છલાંગ લગાવી દીધી હતી.
બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના પરિવારજનોની ભાળ મેળવીને બનાવ અંગે જાણ કરી હતી. તેમજ યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે મેટ્રો સ્ટેશન પર સિક્યુરિટીને પૂછતા સિક્યુરિટીએ જણાવ્યુ કે યુવક અહિ આંટા મારતો હોવાથી તેને પૂછતા તેને વસ્ત્ર્રાલ ગામમાં જવુ છે તેમ જણાવતો હતો. અમરાઈવાડીમાં રહેતો 20 વર્ષીય ધ્રુવ પરમાર તેના પરિવાર સાથે રહેતો હતો. ત્યારે શનિવારે સવારે અગમ્ય કારણોસર ઘરેથી તેના માતાપિતાને હું આપઘાત કરવા જાઉ છુ કહીને નીકળ્યો હતો. જે બાદ તે હીરાબા સ્કુલ સામે આવેલ મહાદેવ મેટ્રો સ્ટેશન પાસે આવ્યો હતો અને ત્યાં આંટા મારતો હતો. જેથી ત્યાં હાજર સિક્યુરિટી વાળાએ પૂછતા તેને વસ્ત્રાલ ગામમાં જવું છે તેમ જણાવ્યુ હતુ. જે બાદ યુવક સ્ટેશનમાં ઉપર ગયો હતો. અને ઝંપલાવીને આપઘાત કર્યો હતો. 40 ફૂટની ઉંચાઈથી ધ્રુવ પરમારે છલાંગ લગાવતા આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા હતા. અને 108ને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ આટલી ઊંચાઈએથી પડવાના લીધે ધ્રુવ પરમારનું મૃત્યુ નીપજી ચૂક્યું હતું. આ અંગેરામોલ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.