લેડી ડોન સપના સાહુ ફરી એકવાર સમાચારમાં છે. એક સમયે ઈન્દોર શહેરમાં લેડી ડોન સપના સાહુ બોલબાલા હતી. સમયની સાથે લેડી ડોન સપના સાહુએ પોતાનું કામ બદલ્યું છે. તે હવે બંદૂકો અને ગોળીઓની વાત કરતી નથી. લેડી ડોન સપના સાહુએ હવે સુંદર હસીનાઓની એક ગેંગ તૈયાર કરી છે. આ ગેંગમાં ઘણી દુલ્હન છે, જે ડોનના કહેવા પર દુલ્હન બને છે.
લેડી ડોનના નિશાને શહેરના અમીર લોકો છે, જેમની પાસે કરોડોની સંપત્તિ છે. ડોનના સંકેત પર, ગેંગની હસીનાઓ તેમના લક્ષ્યની આસપાસ ફરવાનું શરૂ કરે છે. કરોડપતિઓ તેમના પ્રેમમાં પડતાં જ લેડી ડોનની એન્ટ્રી થાય છે.
આ મામલો બે દિવસ પહેલા જ પ્રકાશમાં આવ્યો હતો. ઈન્દોર શહેરના એક મોટા વેપારી વિરુદ્ધ પલાસિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી તો તે હની ટ્રેપમાં ફેરવાઈ ગયો. જ્યારે તપાસ આગળ વધી ત્યારે લેડી ડોન સપના સાહુનું નામ સામે આવ્યું. જે મહિલાએ બિઝનેસમેન સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો તે લેડી ડોનની સૂચના પર કામ કરતી હતી. તેમજ તેના આદેશ પર વેપારીને ફસાવી દેવામાં આવ્યો હતો. વેપારીને દુષ્કર્મનો કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી 2 કરોડ રૂપિયા પડાવવાની તૈયારી કરવામાં આવી હતી.
લેડી ડોને એક કરોડપતિ બિઝનેસમેનને ફસાવવા માટે ધારની એક મહિલાનો ઉપયોગ કર્યો છે. પોલીસે તેની ધરપકડ કરી છે. ધરપકડ બાદ ખબર પડી છે કે તે લેડી ડોન સપના સાહુ માટે કામ કરે છે. અત્યાર સુધી તેણે પાંચ વખત લગ્ન કર્યા છે. સપનાના આગ્રહ પર જ તે બે મહિના પહેલા બિઝનેસમેનની નજીક ગઈ હતી. આ મામલામાં ખુલાસા બાદ પોલીસે નીરજ, શુભમ, લેડી ડોન સપના સાહુ, રાધે પહેલવાન અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
પ્રેમીકા બનીને વેપારીને ફસાવનાર મહિલાએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. આ પછી ટોળકીના એક સભ્યએ આરોપી વેપારીના પિતાને ફોન કરીને કહ્યું કે તમે તેને 50 લાખ રૂપિયા આપો તો અમે કોર્ટમાં નિવેદન આપવા જઈશું નહીં. આરોપી વેપારીના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો આ એક ગેંગ હોવાનું બહાર આવ્યું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દુષ્કર્મનો કેસ કરનાર મહિલા લૂંટારૂ દુલ્હન છે. તેણે અત્યાર સુધીમાં પાંચ વખત લગ્ન કર્યા છે. તેમજ લગ્ન બાદ તે તેના પતિ અને સાસરીયાઓને લૂંટીને ભાગી જાય છે. આવી અન્ય મહિલાઓ પણ લેડી ડોન સપના સાહુ માટે કામ કરે છે.
લેડી ડોન સપના સાહુનું ટાર્ગેટ કરોડપતિ છે. તે શહેરના મોટા લોકોને ટાર્ગેટ કરે છે. તે પોતાની ગેંગની મહિલાઓને પ્રેમજાળમાં ફસાવવા માટે છોડી દે છે. ઉદ્યોગપતિઓ સુંદરીઓના લટકા ઝટકામાં ફસાઈ જતા હતા. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. જોકે, લેડી ડોન સપના સાહુ હજુ ફરાર છે.
સપના સાહુ ભૂતકાળમાં પણ આવું કરી ચૂકી છે. 2016માં તેણે છત્તીસગઢના અધિકારીના નામે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેનો પ્રભાવ પાડવા માટે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, તે અધિકારીઓને વિદેશી જાતિના ખતરનાક કૂતરાઓ દ્વારા કરડાવતી હતી. તે સમયે પણ પોલીસે સપના સાહુની ધરપકડ કરી હતી.