ગુજરાત ભાજપના વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાંસદ સભ્યએ આગામી પાંચ વર્ષમાં તમામનો હિસાબ કરી લઈશ તેવા નિવેદન આપ્યો છે.ચુડાસમાએ કહ્યું કે મને હિસાબ કરતા સારી રીતે આવડે છે.
મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે. પાંચ વર્ષમાં મને જે નડ્યા છે, તેમને હું મૂકવાનો નથી.ચૂંટણી સમાપ્ત થયા બાદ સાંસદ રાજેશ ચુડાસમાએ લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. અગાઉ પણ રાજેશ ચુડાસમા વિવાદમાં આવી ચૂક્યા છે. આ પહેલા વડોદરા ભાજપના નેતાએ પણ જાહેર મંચ પરથી ધમકી આપી હતી.
લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યું છે. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી તે માટે પાર્ટીએ વિચાર કરવો જોઈએ.
વિજય શાહે કહ્યું કે જે વિસ્તારોમાંથી ભાજપને વોટ નહી મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવા વિચારવું જોઈએ અને જે લોકો ભાજપને વોટ આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ, તેવું નિવેદન આપ્યુ હતું. વડોદરામાં લોકસભા ચૂંટણી પરિણામ બાદ જે સન્માન સમારોહ આયોજિત થયો હતો.તે દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યુ હતું.