ગુજરાતના પાટનગરમાં તંત્રની ઐસી કી તૈસી સમજતા હોય તેમ ગેરકાયદેસર હોટલ માફિયાઓએ તંત્રની મંજૂરી વગર દે ઠોક હોટલો ઢાબા, રેસ્ટોરન્ટ ખોલીને જગ્યામાં ઠોકી દીધી છે. ત્યારે તંત્ર દ્વારા નોટિસ આપીને સંતોષ માન્યો હોય તેમ તંત્રની નોટિસને હોટલ માફિયાઓ ટીસ્યુ પેપર જ ગણે છે. ? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ગુડા સમાવિષ્ટ વિસ્તારોમાં જ્યાં હાઇવે ટચ રોડ ઉપર કોઈ જોનાર ન હોય તેમ બેફામ ખેતીની જમીનમાં વગર પરવાનગીએ ચાલતી હોટલો મોટી સંખ્યામાં ખુલી ગઈ છે. હાલ જોડાયેલ લાલ આંખ કરીને નોટિસ પાઠવી છે પણ નોટિસને હોટલોના માફિયાઓ ટીસ્યુ પેપર ગણી રહ્યા છે.
રોડ રસ્તા હાઇવે ટચ એવા શાહપુર થી સરગાસણ માં મોટાભાગની ખેતી લાયક તથા સરકારના અંડર માં આવેલી જમીનો એટલે કે સંપાદિત કરેલાં છે આ જમીનો ઉપર આઉટ સ્ટેટના વેપારીઓ દ્વારા હોટલો શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નવા સમાવિષ્ટ એવા વિસ્તારોમાં જ્યાં કોમ્પ્લેક્સોં બન્યા છે તે કોમ્પલેક્ષ શોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવા છતાં કઈ રીતે મંજૂરી આપી તંત્રને તે યથાર્થ પ્રશ્ન છે. ત્યારે તંત્રની મંજૂરી વગર બેરોકટોક વેપલો શરૂ થઈ ગઈ છે ત્યારે હોટલના સંચાલકોએ કોઈપણ જાતના બીયુ પરમિશન મેળવ્યા વગર અને ફાયર સેફટી ના નિયમો તથા તેની સુવિધા વગર ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે તંત્રને કોઇ જ પ્રકારનો રહ્યો નથી રીલાયન્સ ચાર રસ્તા પાસે બે કોમ્પલેક્સમાં સત્તાવાર હજુ સુધી બીયુ પરમિશન મળતી નથી ત્યારે અહીંયા 10 થી પણ વધારે હોટલો, ઓટોમોબાઇલ્સ ના શોરૂમ શરૂ થઈ ગયા છે સ્થાનિક રહેવાસીઓએ આ મામલે ગુદામાં ફરિયાદ લેખિતમાં આપેલી છે છતાં તંત્રની કોઇ કાર્યવાહી ન થતાં પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.