દેશમાં એવા ઘણા જ રાજકીય આગેવાનો છે જે ઉદ્દેશ્ય સેવા અને પ્રજાના કામો માટે નો હોય છે પણ હા કુદરતે આપી હોય તો પણ લોકો સરકારી વાહનોને બેફામ ઉપયોગ કરતા હોય છે ત્યારે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધર દ્વારા જ્યારથી ડેપ્યુટી મેયરપદે સત્તારૂઢ થયા ત્યારબાદ સરકારી ગાડી નો ઉપયોગ કર્યો નથી ત્યારે આ સરકારી લાડી એવી ગાડી પણ રિસાઈને સેક્ટર 22 મારી સામે બેઠી છે ત્યારે દોઢ વર્ષથી રામદુલારી બનીને બેઠેલી આ ગાડીમાં ક્યારે બેસે તેની રાહ જોઈ રહી છે ત્યારે ડેપ્યુટી મેળ નાઝા ભાઈ દ્વારા ગાડી, ગાડી નો ખર્ચ, પેટ્રોલ , ડ્રાઈવર નો પગાર આ તમામ સેવાઓ થી દુર રહ્યા છે ત્યારે ગાડી ન વાપરતા પ્રજાના પરસેવાનો પૈસો જે ટેક્સ મારફતે ભર્યું છે તે પ્રજાના પૈસે આખરે વ્યાજ સાથે જમા ખાતે રહ્યો છે ત્યારે ડેપ્યુટી મેયર પોતે આજદિન સુધી પગાર પણ લેતા નથી તેમનો જે પણ પગાર આવે તે તમામ પગાર સરકારી શાળામાં ભણતી કન્યાઓના ઉત્કર્ષ માટે હરહંમેશ વાપરી નાખે છે.
ડેપ્યુટી મેયરની ઓફિસે મુલાકાતીઓની સંખ્યા પણ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે તેમની ઓફિસમાં અને ડેપ્યુટી મેયર ને કેટલી રજૂઆત બને ત્યાં સુધી ૨૪ કલાકમાં પ્રશ્નનો નિકાલ લાવી દેતા હોય છે. ત્યારે ડેપ્યુટી મેયર ને જે મળ્યું છે તેમાં ગાડીનો ઉપયોગ ન કરતા પ્રજાના પરસેવાના 20 લાખ બચાવ્યા છે. ત્યારે સેક્ટર 22 ના ઢોર ડબ્બામાં પડેલી આ ગાડી શણગાર સજીને દોઢ વર્ષથી રાહ જોઈ રહી છે કે મુસાફરી કોઈ તો કરો મને ફરવા તો લઈ જાવ ત્યારે આ ઢોર ડબ્બાના પાર્કિંગ માંથી બહાર કાઢશો ? ત્યારે ડેપ્યુટી મેયર પોતે પોતાની અંગત ગાડી અને ડ્રાઇવર પણ પોતાના સ્વખર્ચે રાખે છે ત્યારે કહેવત છે કે સરકારી ગાડી નો વટ પાડી ને ફર્યા કરતા પોતાની ગાડીમાં પોતાના સ્વખર્ચે વાપરીને આનંદ કરવા’ની લાખોમાં ગોતવા ભારે પડે. આજે પણ સરકારી સેવા અને સરકારી ખર્ચે વધુ ગોપીચંદન કરી લેવામાં જ બધા હોશિયાર છે ત્યારે ડેપ્યુટી મેં અલગ માટીના બનેલા છે હર હંમેશ વાપરવામાં સમસ્યા છે આપવામાં આંગળી ઉંચી પહેલી કરનારા નગરસેવક નું લેબલ પણ વટ વૃક્ષ જેવું મોટું છે ત્યારે રોડ રસ્તા પર જતા હોય અને સિનિયર સિટીઝન હોય તો ગાડી ઉભી રાખીને પોતે બેસાડીને satliya મારતા હોય ત્યારે એક ઘટના એવી બની હતી કે ડેપ્યુટી મેયર પોતે રિલાયન્સ ચોકડી થી ઘ-0 પાસે જઈ રહ્યા હતા જ્યારે આગળ લગાવેલું ડેપ્યુટી મેયર નું બોર્ડ કોઈ કારણોસર નીકળી ગયું હતું ત્યારે સિનિયર સિટીઝન એક માજી એ ડેપ્યુટી મેયરની ગાડી ધીમી પડતા તેમણે હાથ ઉંચો કર્યો અને જણાવ્યું તે ગાંધીનગર સિવિલ ક્યારે ડેપ્યુટી મેયર એ પોતાની ગાડીમાં બેસાડી દીધા અને સિવિલ એ ઉતાર્યા બાદ માંઝી ભાડું આપતા હોય તેમ satliya ગાડી સમજીને દસ રૂપિયા આપતા ડેપ્યુટી મેયર એ હજુ વિચારતા હતા ત્યાં રીક્ષાવાળાઓ તથા વાહન ચાલકો માજીને જણાવ્યું કે આ ભાઈ ડેપ્યુટી મેયર છે ત્યારે કાંઈ નહીં માજી ને દીકરા સાથે ગાડીમાં બેસવાનું તો મળ્યું, ત્યારે માજી કરતા ડેપ્યુટી મેયર પણ આ બાબતે ખુશ થઈ ગયા હતા.
આજે ગાંધીનગરમાં સૌથી વધારે વૃક્ષો વાવવામાં ડેપ્યુટી મેયરનો પ્રથમ નંબર આવે છે.સ આજે સેક્ટર 7, 8, 13, 14 માં વૃક્ષો જે મોટા થયેલા છે અને સુંદર હવા નગરજનો લઇ રહ્યા છે તે તેમના આભારી છે જ્યારે ડેપ્યુટી મેયરની ખબર છે કે આવતા વર્ષોમાં જેમ દિલ્હી મુંબઈ અમદાવાદ જેવા મોટા શહેરો પ્રદૂષણયુક્ત બની ગયા છે ત્યારે આ ગ્રીનસિટી એ ગ્રીન રહે તે માટે હરહંમેશ ઝાડવા ઉગાડવા પ્રયત્ન તેમનો કાયમી રહેલો છે.