અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરતા તેમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ કરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો કબ્જે કર્યો હતો.આ અગાઉના આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવતા પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધી રહી છે.થોડા મહિના પહેલા વિદેશથી આવેલા પાર્સલમાંથી 1.15 કરોડના હાઇબ્રિડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા બાદ વધુ 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ગાંજાને બાળકોના રમકડા, ટેડી બીયર, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવતો હતો.