ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા નવાજુની કરવાના મૂડમાં

Spread the love

ભાજપનો આંતરિક વિવાદ કેમ કરીને શાંત થઈ નથી રહ્યો. લોકસભાની ચૂંટણીએ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને બોલતા કરી દીધા છે. વર્ષોથી શાંત પડેલો કકળાટ હવે બહાર આવી રહ્યો છે, અને નેતાઓ ખુલીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. લોકસભામાં સાઈડલાઈન કરાયેલા અનેક નેતાઓનો હવે ઉભરો ઠાલવી રહ્યાં છે. તેમાં વધુ એક નામ ઉમેરાયું છે, જવાહર ચાવડા.

ગુજરાત ભાજપના રાજકારણમાં નવાજૂની થવાના સંકેત છે. ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવા જુની કરે તેવી શક્યતા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે. પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. સાથે જ તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત‌ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની નિષ્ક્રીયતા સ્પષ્ટ દેખાઈ આવી હતી. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નવાજુની કરવાના મૂડમાં છે. જવાહર ચાવડાની આ હરકતથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તો સાથે જ શું તેઓ કોંગ્રેસની વાટ પકડશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું છે.

આ સાથે જ જવાહર ચાવડાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. મનસુખ માંડવીયાને લઈને વીડિયો વાયરલ કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે, પોતે અનેક કામ કર્યા છે. મારી એક અલગ ઓળખ છે. મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ ગણાવી.

મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર પણ કટાક્ષ કર્યો હતો. એક કાર્યક્રમમાં નામ લીધા વિના મનસુખ માંડવિયાએ રિસાયેલા આગેવાનો મામલે કટાક્ષ કર્યો હતો. ત્યારે જવાહર ચાવડાએ આજે મનસુખ માંડવિયાના એ નિવેદનનો જવાબ આપ્યો હોવાનું માનવામાં આવે છે જે તેમણે એક અઠવાડિયા પહેલા નામ લીધા વિના આપ્યું હતું. પોરબંદર લોકસભા પર જીત બાદ મનસુખ માંડવિયા મતવિસ્તારમાં મતદાતાઓને આભાર માનવા માટે ગયા હતા. ત્યારે એક સમારંભમાં તેમણે નામ લીધા વિના કહ્યું હતું કે. જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેઓએ ભાજપનું કામ કરવું જોઈએ. છતા કેટલાક રિસાયા તો મેં આગેવાનો કહ્યું કે શું કરીશું?, તો આગેવાનોએ કહ્યું કે, લડી લેશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com