થાઈ મહિલાઓ લાવી ફાર્મ હાઉસમાં દેહ વ્યાપાર, પોલીસે રેડ પાડીને 5 થાઈ. મહિલા, બે મજુર, 3 ગ્રાહકને ઝડપી લીધાં…

Spread the love

સુરત શહેર અને તેની આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર સેક્સનો અડ્ડો બનતાં જાય છે. એક પછી એક સેક્સ રેકેટ ઝડપાઈ રહ્યાં છે. હવે વધુ એક દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. સુરતના કામરેજમાં આવેલા કર્મા ફાર્મ હાઉસમાં એક સેક્સ રેકેટ ઝડપાયું છે જેમાં મજૂરી કામ કરતા લોકો પણ હવસની ભૂખ સંતોષવા આવ્યાં હતા પરંતુ પોલીસને હાથે ઝડપાઈ ગયાં.

કામરેજ તાલુકાના સીમાડી ગામની સીમમાં આવેલ કર્મા ફાર્મ હાઉસમાં દેહ વ્યાપાર નો ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો છે. મિત હરિયાણી નામનો યુવાન થાઈ મહિલાઓ લાવી ફાર્મ હાઉસમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતો હોવાથી બાતમી મળતાં કામરેજ પોલીસ એક્શનમાં આવી અને ફાર્મ હાઉસ પર રેડ પાડી ત્યારે અંદર ગજબનો નજારો જોવા મળ્યો હતો.

કર્મા ફાર્મ હાઉસમાં ઘણા સમયથી દેહ વ્યાપાર ચાલતો હતો. મિત હરીયાણી નામનો શખ્સ બહારથી વૈશ્યાઓને લાવીને અહીં ધંધો કરાવતો હતો. પોલીસે રેડ પાડીને 5 થાઈ. મહિલા, બે મજુર, 3 ગ્રાહક મળી 4.38 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરતા ફફડાટ મચી જવા પામ્યો છે. જોકે મુખ્ય આરોપી મિત હરીયાણી ફરાર છે અને તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. પુકડાયેલ થાઈ મહિલાઓને નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

આ અગાઉ શહેરના વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો હતો. પોલીસે રેઇડ પાડીને 9 મહિલા સહિત 13ની ધરપકડ કરી છે. પોલીસે ફીલ ફેમિલી સ્પાના સંચાલક શરૂતીદેવી ઉર્ફે મુસ્કાન ચૌધરી અને લકી સ્પાના માલિક મીના રાજપૂતની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *