લોકસભાની ચૂંટણીનો અમરેલી ભાજપનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીએ કોંગ્રેસને મત આપવાની હાંકલ કરી રહ્યાં છે. વીરાણીએ કહ્યું કે, આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે.પૂર્વ ધારાસભ્ય કોઈને ફોન પર ભાજપ વિરૂદ્ધ કામ કરવા સમજાવી રહ્યાં છે.
કાળુ વીરાણી જણાવી રહ્યાં છે કે, આ ચૂંટણી મહત્વની છે અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. આપને જણાવીએ કે, અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની સામે મત આપવાનું વીરાણી કહી રહ્યાં છે.
'આપણે આ વખતે પંજામાં' જિલ્લા પંચાયત ચૂંટણીની ગોઠવણીમાં ભાજપના કાળુ વારાણી#LokSabhaElectionCampaign #KaluVeeraniVideo #FormerMLAKaluVeerani pic.twitter.com/CALVhWaJ8p
— DINESH CHAUDHARY (@dinesh9904748) June 22, 2024
શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં નેતાઓની યાદવાસ્થળીનો વીડિયો સામે આવ્યો છે. અમરેલીથી 3 લાખ 21 હજારની લીડથી ભરત સુતરિયા જીત્યા છે. કાળુભાઈ વીરાણીએ 1998થી 2007 સુધી ત્રણ ટર્મ ભાજપમાંથી જીત્યા હતા. સાવરકુંડલા બેઠકથી 3 વાર જીતેલા પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે