ટ્રાફિકના નિયમોને લઈને સુરતમાં રોડ પર ઘણી વાર ફેસબુક લાઈવ કરનારા તેમજ પોલીસ સાથે જાહેરમાં માથાકૂટ કરનારા સુરતના વકીલ મેહુલ બોઘરાને ગુજરાત હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ખખડાવી નાખ્યાં છે.
પોતાના વિરુદ્ધ થેયલી એક ફરિયાદ રદ્દ કરાવવા હાઇકોર્ટે પહોંચેલા વકીલ બોઘરાને કોર્ટે કહ્યું કે અમે તમારા કારનામા છાપામાં વાંચ્યા છે, 50 વાર છાપામાં તમારા સમાચાર વાંચ્યા છે.
તમારી એકની સાથે જ કેમ આવું થાય છે? તમે પોલીસની પાછળ પડી ગયા છો, સસ્તી પ્રસિદ્ધી જોઈએ છે?
હાઇકોર્ટે મેહુલ બોઘરાની પિટિશન ફગાવતા કહ્યું કે એડવોકેટ છો તો ગમે તેની કાર રોકી તપાસવાનો અધિકાર નથી મળી જતો. જો કે હાઇકોર્ટના આકરા વલણ બાદ મેહુલ બોઘરાએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ્દ કરવાની અરજી પાછી ખેંચી લીધી હતી.