મેં મારા ઘરની ખુદની ગાડી પર મેમો ભરાવ્યો, પોલીસ પકડે તો મને ફોન ના કરતાં: હર્ષ સંઘવી

Spread the love

હાલમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવા સમાન બની છે. આ દરમિયાન હવે રોંગ સાઈડ ચલાવનારા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી લોક દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકોને ટકોર કરીને કહ્યું હતું કે રોંગ સાઈડમાં પકડાશો તો પોલીસ કેસ પાક્કો છે. પોલીસથી બચવા મને ફોન ન કરતા.

લોક દરબારમાં લોકોએ ગૃહ રાજ્યમંત્રીને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવી હતી. લોકોને સમસ્યાઓ સાંભળીને હર્ષ સંઘવીએ શહેરમાં ટ્રાફિકને લગતા નિયમોના પાલન અંગે લોકોને સમજણ આપી હતી. અને કહ્યું હતું કે દિલ ખોલીને ફરિયાદ કરો. પણ ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જતા નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે અને હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે. જેમાં ,કોઈ જ ભલામણ નહીં ચાલે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રોંગ સાઈડમાં જતાં જો પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડતા નહીં તેવી ટકોર પોલીસને કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ. રોંગ સાઈડ ની અંદર ચલણ ફડાવતા નહીં. રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. હવે રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ટ્રાફિક સિગ્નલ અને નિયમોના કડકાઈ અમલથી એકસીડન્ટમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માત ઓછા થયા અને ફેટલ અકસ્માત પણ ખૂબ ઓછા થયા છે. આનાથી મોટી સુરતીઓની કોઈ પ્રસિદ્ધિ ન કહી શકાય. સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે.

અનેક લોકોએ ટ્રાફિકના જુના મેમો આવતા હતા તેની રજૂઆત કરી હતી. જેને લઈ હર્ષ સંઘવીએ કહ્યું મેમો તો ભરવા જ પડશે. મેં મારા ઘરની ખુદની ગાડી પર મેમો ભરાવ્યો છે. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. મેમો અમારી માટે પ્રાથમિકતા નથી શહેરમાં અકસ્માત રોકવાની અને ટ્રાફિક નિયમો પાલન કરવાની પ્રાથમિકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com