ગુજરાત સરકારે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી બાદ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે GAS કેડરના અધિકારીઓને પોસ્ટિંગ અને બઢતી આપી છે.. ચિંતન વૈષ્ણવની સીપુ પ્રોજેક્ટના જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણુંક કરાઇ છે. તો 12 અધિકારીઓની રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં નિયુક્તિ કરાઇ છે.
મહત્વપૂર્ણ છે કે ચિંતન વૈષ્ણવને ગુજરાત સરકારે 2019માં ટર્મિનેટ કરી દીધા હતા. તેમની છાપ ખુબજ કડક અધિકારી તરીકેની છે.. તેમના કાર્યકાળ દરમ્યાન તેમની અનેક વખત બદલી કરવામાં આવી હતી. 2 માર્ચ 2019ના રોજ તેમને ટર્મિનેટ કરી દેવાયા હતા.. આ માટેનું કોઇ કારણ સામે આવ્યું ન હતું. ત્યારબાદ તેઓ હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટ તેમને ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વંથલીના મામલતદાર ડી.જે.જાડેજાને નર્મદા જિલ્લાના ડેપ્યૂટી કલેક્ટર ( સ્ટેમ્પ ડ્યૂટી) તરીકે નિયુક્તિ અપાઇ છે. આ ઉપરાંત આર.એસ.હું કે જેઓ સુરત શહેર-કતારગામના મામલતદાર હતા તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરમાં ડેપ્યૂટી કલેકટર બનાવાયા છે.