ચીનમાં પૂરથી હાહાકાર મચ્યો છે. પૂર્વી અને દક્ષિણ પૂર્વી ચીનમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ડ્રોનથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વી ચીનના ફુઝિયાન પ્રાંતમાં પૂરનો માર લોકો સહન કરી રહ્યા છે.પૂરથી પ્રભાવિત ગામમાં આપાતકાલીન સ્થિતિ સામે લડવા માટે ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે તે 100 કિલો વજન ઉઠાવનારા ડ્રોન છે. અસ્થાયી લેન્ડિંગ પોઈન્ટથી શરૂ કર્યા બાદ આ ડ્રોન 3 કિમીનું અંતર પસાર કરીને પ્રભાવિત ગામમાં પહોંચ્યા અને તેની 4 મિનિટ બાદ જ ડ્રોપ ઓફ પોઈન્ટ પહોંચી ગયા હતા. ચીનના અનેક પ્રાંતમાં ભારે વરસાદ અને નદીના વધતા જળસ્તરનો સામનો કર્યા બાદ રાહતના કામ માટે ટેકનિકનો ઉપયોગ કરાઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ ચીનમાં ભારે વરસાદ અને પૂરે કહેર મચાવ્યો છે.
નદીઓ પૂરજોશમાં વહી રહી છે, સડકો પાણીમાં ડૂબી ગઈ છે. સતત વરસાદના કારણે દક્ષિણ ચીનમાં ઝિજિયાંગ નદીનું સ્તર વધ્યું છે. તેનાથી ગુઆંગ્શીના વુઝોઉ શહેરમાં પૂર આવ્યું છે. દક્ષિણ ચીનમાં 9 જૂનથી સતત વરસાદ વરસી રહ્યો છે. ચીનના હવામાન વિભાગે આવનારા અઠવાડિયામાં ભારે વરસાદનું અનુમાન કર્યું છે. નદીમાં જળસ્તરના દક્ષિણ ચીનના અનેક વિસ્તારોને પાણીમાં ડૂબાડી દીધા છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
ચીનમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનના કારણે સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું છે. સેંકડો લોકો સડક અને પ્રમુખ માર્ગોથી દૂર થયા છે. પૂરથી આ વર્ષે લગભગ 50 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.