ખેડૂતોને વિશ્વાસમાં લઈ ટ્રેકટર ભાડે મેળવીને નાસી જઈ છેતરપીંડી આચરવા મામલે એક શખ્સ ઝડપાયો..

Spread the love

ગાંધીનગરનાં માણસા – દહેગામના ખેડૂતોને વિશ્વાસમાં લઈ ટ્રેકટર ભાડે મેળવી લઈ નાસી જઈ છેતરપિંડી આચરવાનાં ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી લઈ 20 ટ્રેકટર – 1 ઈકો ગાડી મળીને કુલ રૂ. 1 કરોડ 13 લાખ 10 હજારનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ તાલુકાના ખેડૂતોને વિશ્વાસમાં લઈ ટ્રેકટર ભાડે મેળવીને નાસી જઈ છેતરપીંડી આચરવા મામલે ભીમસિંહ મનુસિંહ ચૌહાણ(રહે. ગામ જુના વડવાસા, તા.મોડાસા, જી.અરવલ્લી) વિરુદ્ધ કુલ – 3 ગુના દાખલ થયેલા હતા. આ સિવાય સાબરકાઠાં અને અરવલ્લી જિલ્લામાં પણ તેના વિરુદ્ધ બે ગુના નોંધાયા હતા. આ ચોક્કસ પ્રકારના ઓર્ગેનાઈઝડ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના આપવામાં આવી હતી.

જે અન્વયે એસઓજી પીઆઈ વી ડી વાળાની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણ (રહે. ગામ જુના વડવાસા, તા.મોડાસા, જી.અરવલ્લી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પૂછતાંછમાં ગાંધીનગર, સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના કુલ રૂ – 5 ગુનામાં 20 ટ્રેકટર – એક ઈકો ગાડી ભાડે લઈને છેતરપીંડી આચરી હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે, આરોપી જુદા-જુદા ગામોમાં ફરતો હતો. અને પડતર સીઝનમાં ખેતી કરવાની ઈચ્છા નહી ધરાવનાર ખેડુતોને ટાર્ગેટ કરી બે ત્રણ મહિના સુધી ભાડુ ચુકવતો હતો. તે ગામના અન્ય ખેડુતોને પણ વિશ્વાસમાં લેતો અને માટીના કામ માટે ટ્રેકટરોની જરૂરીયાત જણાવી અન્ય જિલ્લાઓમા પોતાના મળતિયાઓ મારફતે આ ટ્રેકટર મોકલી આપતો અને અમુક સમય બાદ પોતાનો મોબાઈલ નંબર બંધ કરી ગામમાંથી ભાગી જતો હતો. આમ, આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણે સને 2022 થી 2024 દરમ્યાન ગાંધીનગર તથા અરલલ્લી અને સાબરકાઠા જીલ્લાના અલગ અલગ ગામોમાં ખેડુતોને વિશ્વાસમાં લઇને કુલ-20 ટ્રેક્ટર તથા 1-ઈકો ગાડી મેળવી લઈ પરત નહી આપી છેતરપીંડી આચરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com