એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર એક એવા સંકટની ચેતવણી આપી છે, જે માનવ જાતિના અસ્તિત્વને નાબૂદ કરી શકે છે. માઈક્રોબાયોલિજ, ઈમ્યુનોલોજી અને સંક્રમણ રોગોના પ્રોફેસર આર્ટુરો કૈસાડેવાલના જણાવ્યા અનુસાર, ધરતી પર અંતિમ વ્યક્તિ કોઈ કલ્પના નથી, પણ હકીકત હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ફંગસ દુનિયામાં એક નવી મહામારી લાવી શકે છે.
અમેરિકાના બાલ્ટીમોરમાં જોન્સ હોપકિંસ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કામ કરતા 67 વર્ષીય પ્રોફેસર કૈસાડેવાલાએ કહ્યું કે, ફંગસ માનવજાતિ માટે મોટો ખતરો બની શકે છે.
લગભગ 1000 વૈજ્ઞાનિક રિસર્ચ પેપર લખી ચૂકનાર પ્રોફેસર કૈસાડેવાલનું ગત મહિને એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું નામ છે વ્હાઈટ ઈફ ફંગી વિન? આ પુસ્તકમાં ફંગસના કારણે મહામારી હોવાની વાસ્તવિક સંભાવના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ધરતી પર અંતિમ વ્યક્તિ જેવુ દ્રશ્ય સંભવ જ નથી. કારણ કે, હજી પણ આપણે એવા ફંગસ વિશે નથી જાણતા, જે કોઈ માણસને જોમ્બીમાં બદલી શકે છે.
પ્રોફેસર કૈસાડેવાલએ જણાવ્યું કે, આ વાતને લઈને કોઈ શંકા નથી કે, આપણે સમયની સાથે નવા ખતરનાક ફંગસને જોઈ શકીએ છીએ. આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી સકે છે. તાપમાન વધતા આપણા પર્યાવરણમાં દરેક ચીજ પ્રભાવિત થઈ રહી છે.
પ્રોફેસરે દાવો કર્યો કે, આ વાતનું પ્રમાણ પણ છે કે, કેટલાક ફંગસમાં નવી બીમારીઓ ફેલાવવાની ક્ષમતા છે, જે અભૂતપૂર્વ રીતે વ્યક્તિને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે, ફંગસ ઉચ્ચ તાપમાનમાં પેદા થવા માટે અનુકૂળ બની જાય છે. તે આપણી સુરક્ષાને તોડી દેશે. જે પૃથ્વી માટે સૌથી મોટો ખતરો છે. ફંગસમાં મ્યુટેશનના સબૂત પહેલા જ મોજૂદ છે. વર્ષ 2004 માં જાપાનમાં એક વ્યક્તિના કાનમાં કેંડિયા ઓરિસ નામનો ફંગસ મળી આવ્યો હતો. 2007 પહેલા આ ફંગસ વૈજ્ઞાનિકો માટે અજ્ઞાત હતો.