ગુજરાત સમેત દેશભરમાં ઘણા આપઘાતના મામલાઓ સામે આવતા હોય છે, ઘણા લોકો આર્થિક તંગીથી કંટાળી તો કોઈ ભણતરના ભાર નીચે દબાઈ અથવા તો પરીક્ષા સારી ના જવાના કારણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે.
તો ઘણીવાર કેટલાક લોકો કોઈની હેરાન ગતિના કારણે પણ આપઘાત જેવા પગલાઓ ભરી બેસતા હોય છે, પરંતુ હાલ એક 18 વર્ષની દીકરીએ સિસ્ટમથી હારીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે.
બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીમાં અભ્યાસ કરતીવિદ્યાર્થીનીને સમયસર શિષ્યવૃત્તિ મળી ન હતી. પોતાની બીમાર માતા સાથે વિકાસ ભવનનો ચક્કર લગાવી લગાવીને તે હેરાન થઇ ગઈ હતી. કોઈ ઉકેલ ન મળતા નિરાશ થઈને વિદ્યાર્થીએ પોતાના ઘરની બહાર ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ સમયસર સ્કોલરશીપ ન ચૂકવવાનું કારણ પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું છે.
બરાગાંવ પોલીસ સ્ટેશનના બરાથા ગામના રહેવાસી કાલકા પ્રસાદ કુશવાહાની પુત્રી 18 વર્ષીય સંજના કુશવાહા બુંદેલખંડ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી BPES કરી રહી હતી. તેણે NCC પણ લીધું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. જેથી તે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે પરંતુ શિષ્યવૃત્તિ મળી રહી ન હતી. આનાથી તે ખૂબ જ પરેશાન હતી.
તેને સુસાઈડ નોટમાં લખ્યું હતું – ‘હું આ નોટ એટલા માટે લખી રહી છું જેથી મને ખબર પડે કે મેં આ પગલું કેમ ભર્યું. મારી સ્કોલરશીપ રૂપિયા 28 હજાર મળવાની હતી, પરંતુ તે આવી નહીં. કોલેજમાં બધાની આવી ગઈ છે. આના માટે વિકાસભવન ઝાંસી સુધી જઈ આવી. ત્યાંથી કહ્યું કે તમારું આધાર કાર્ડ માન્ય નથી, મેં પાછું આવીને બેંકમાં કહ્યું તો ત્યાંથી પણ કહ્યું કે આધારકાર્ડ માન્ય નથી. ત્યારે મેં તેને સાયબર કાફેમાં ચેક કરાવ્યું તો ખબર પડી કે બે મહિનામાં આવી જશે.
હું મારી મમ્મી સાથે વિકાસ ભવન ગઈ હતી, જેની તબિયત ખરાબ રહે છે. છતાં પણ હું તેમને લઈને ગયઉ, બે મહિનાથી વધારે સમય થઇ ગયો તો પણ શિષ્યવૃત્તિ ના આવી તો અંદરથી ઘૂંટણ થવા લાગી. અમે બહુ મહેનત કરી હતી અને અમારી જ ના આવી. થઇ શકે તો માફ કરી દેજો, આ પગલાં માટે.. સંજના !’ ગુરુવારે રાત્રે આખો પરિવાર જમીને સુઈ ગયા બાદ સંજના ઘરની બહાર આવી અને જાંબુના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો.