પાલનપુરના ખસા ગામની સાડા ચાર વર્ષની દક્ષા ઠાકોરે પોતાના પુનઃજન્મની વાતો કહીને ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે. દક્ષાની વાતમાં કેટલો દમ છે, આ અંગે મનોચિકિત્સો શું કહી રહ્યાં છે? મનોચિકિત્સો પુન:જન્મની ઘટનાને સાચી ગણાવી રહ્યાં છે. 1944ની સાલમાં અમેરિકાના વૈજ્ઞાનિક ડોક્ટર બ્રેન વાઈઝે પણ અનેક રિસર્ચમાં સાબિત કરી આપ્યું હતું કે પુન:જન્મ થાય છે.
દક્ષા ઠાકોરના દાવા બાદ પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડો,દેવેન્દ્ર ચૌધરીને કહેવું છે પુન:જન્મ હોય જ છે અને આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો માહોલ ન હોવા છતાં પણ દક્ષાનું અવિરત ધારામાં હિંદુ બોલવું પુન:જન્મને સાબિત કરે છે. તેમના કહેવાનો અર્થ એટલો પુનઃજન્મની વાત સાચી છે.
પુન:જન્મનું સ્મરણ એક ખાસ કારણને લીધે છે. વૈજ્ઞાનિકો અને પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ છે કે મરતી વખતે માણસની કોઈ વાસના અધૂરી રહી જાય તો તે નવા જન્મમા તે પ્રમાણે પ્રગટ થાય છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન ઓક્સીટોસિન નામનું કેમિકલ માતાના ગર્ભાશયમાંથી નિકળી જતું હોય છે પરંતુ જો રહી જાય તો બાળકને પાછલના જન્મને યાદ આવી શકે છે, હવે દક્ષાના કિસ્સામાં આ થીયરી કામ કરી ગઈ હોઈ શકે.
ગઈ કાલે પાલનપુરના ખસા ગામમાં ખેત મજૂર જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દક્ષા નામની બાળકીએ પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધાં છે. દક્ષાએ કહ્યું કે અંજારમાં ભૂકંપ વખતે ઘરનું ધાબૂ પડી જતાં તેનું મોત થયું હતું. દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરવા લાગી હતી. દાખલા તરીકે પાણી જોઈતું હોય તો બોલતી કે માં મુજે પાની દે, શરુઆતમાં તો બધાએ આંખ આડા કાન કર્યાં પરંતુ તેની હિંદીમાં વાતો ચાલુ રહેતા માતાપિતાએ પૂછતાં તેણે પુનઃજન્મનું રહસ્ય ખોલી નાખ્યું હતું. દક્ષાને હવે ખસા ગામમાં ગોઠી ગયું છે અને તેના પહેલા જન્મવાળા ઘેર અંજારમાં જવા માગતી નથી પરંતુ ખાસ વાત એ છે કે દક્ષાને તેના આગલા જન્મના માતા-પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતી હતી તે વિશે કોઈ સ્મરણ નથી. દક્ષાના પિતા જેતાજીનું કહેવું છે કે કોઈ કુદરતનો સંકેત હશે કે તેનો પુન:જન્મ છે કે નહીં તે ભગવાન જાણે પરંતુ જો તેના આગળના જન્મના માતાપિતાનું નામ આપે તો અમે તપાસ કરીએ. દક્ષાની માતાએ કહ્યું કે દક્ષા સતત હિન્દી બોલતી હોવાથી મને કંઈ ગતાગમ પડતી નથી. માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે તે અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે.
વિજ્ઞાનમાં પાસ્ટ લાઈફ રિગ્રેશન નામની થેરેપી ઉપલબ્ધ છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ તેના અગાઉના જન્મને જાણી શકે છે પરંતુ આ કામ ફક્ત નિષ્ણાંત હિપ્નેથેરેપિસ્ટ જ કરાવી શકે છે અને તેમાં અચેતન મનની શક્તિઓનો ઉપયોગ કરીને વ્યક્તિના અગાઉના જન્મમાં જઈ શકાતું હોય છે. સંમોહનને અતથી ઈતિ સુધી જાણનાર વ્યક્તિ પણ પોતાની જાતે આ થેરેપીમાં ઉતરી શકે છે.
હવે છેલ્લી વાત જ્ઞાનીઓ, સિદ્ધપુરુષો અને બુદ્ધપુરુષો પણ પુનઃજન્મની વાતને સાચી ગણાવી છે. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર પણ ભારપૂર્વક કહી ચૂક્યાં હતા કે વ્યક્તિનો પુનઃજન્મ હોય જ છે પરંતુ બધાને તે યાદ નથી રહેતો, જોકે સભાનપણે તેને જાગૃત કરી શકાય છે.