સુનિતા વિલિયમ્સ અવકાશ માંથી પરત ફરશે કે નહીં, વૈજ્ઞાનીક આલમમાં ચિંતા…

Spread the love

શું ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા છે? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે તે 13 જૂને અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાના હતા, પરંતુ તે હજુ સુધી પાછા આવ્યા નથી. તેમની સાથે અન્ય અવકાશયાત્રી બૂચ વિલ્મોર પણ ત્યાં ફસાયેલા છે. આ બંને સ્ટારલાઈનર અવકાશયાનમાં 5 જૂને અવકાશમાં ગયા હતા. સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ક્યારે પરત આવશે?અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ હજુ સુધી તેના વિશે કોઈ માહિતી આપી નથી.

સ્ટારલાઇનર પર હિલિયમ લીક થવાને તેમના પાછા આવવામાં વિલંબ માટે જવાબદાર ગણવામાં આવે છે. નાસા અને બોઈંગ બંનેને મિશન શરૂ થયા પહેલા આ વિશે ખબર હતી. આ હોવા છતાં તેણે આ લીકેજને મિશન માટે એક નાનો ખતરો ગણાવ્યો. સ્ટારલાઈનર એ બોઈંગનું અવકાશયાન છે. નાસા અને બોઈન્સના આ નિર્ણયને કારણે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં અટવાઈ ગયા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લીકેજને કારણે લોન્ચિંગ અગાઉ સ્થગિત કરવામાં આવ્યું હતું. અગાઉ આ મિશન 7મી મેના રોજ લોન્ચ થવાનું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાર વખત હિલિયમ લીકેજને કારણે એક થ્રસ્ટર નકામું થઈ ગયું છે.

બોઇંગના સ્ટારલાઇનર પ્રોગ્રામ મેનેજર માર્ક નેપ્પી કહે છે કે હિલીયમ સિસ્ટમ જે રીતે ડિઝાઇન કરવામાં આવી હતી તે રીતે કામ કરી રહી નથી. તેમનું કહેવું છે કે બંને અવકાશયાત્રીઓના સુરક્ષિત વાપસી માટે એન્જિનિયરો કામ કરી રહ્યા છે. સ્ટારલાઈનર દ્વારા પ્રથમ વખત અવકાશયાત્રીને અવકાશમાં લઈ જવામાં આવ્યા છે. બોઇંગે નાસા સાથે $4.5 બિલિયનનો કરાર કર્યો હતો. આ કરાર સિવાય બોઇંગે 1.5 બિલિયન ડોલર પણ ખર્ચ્યા છે.

સ્ટારલાઇનરની ઇંધણ ક્ષમતા 45 દિવસની છે. આ મિશન શરૂ થયાને 18 દિવસ વીતી ગયા છે અને હવે માત્ર 27 દિવસ બાકી છે. હાલમાં નાસા અને બોઇંગ બંને સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની સલામત પરત માટે કામ કરી રહ્યા છે. બંને ત્યારે જ પરત ફરી શકશે જ્યારે તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જાય અને અવકાશયાન પરત ફરવા માટે સુરક્ષિત માનવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com