બુધા ભરવાડના કહેવાથી ગાંધીનગર ધોળાકુવાનો ભીખો ભરવાડ, સેકટર – 4 નો રાયમલ ઠાકોર તેમજ સેકટર – 5 ના રોહિત ઠાકોરે અધિકારીનું અપહરણ કર્યું..

Spread the love

પાલનપુરમાં મદદનીશ ઊદ્યોગ કમિશનર તરીકે ફરજ

બજાવતા અને ગાંધીનગરના સેકટર-12માં રહેતા

આર.કે.વસાવા આજે બપોરના સમયે કામ અર્થે હિંમતનગર

જઈ રહ્યા હતા ત્યારે ગાંધીનગરના ગિયોડ પાસેથી

અપહરણકારોએ અધિકારીની કારને આંતરી અપહરણ

કરી ગયા હતા અને 25 લાખની ખંડણી માગવામાં આવી

હતી. જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે

નાકાબંધી કરી અપહરણકારોની શોધખોળ હાથ ધરી

હતી. ગાંધીનગર સહિત અન્ય જિલ્લાની પોલીસે અપહત

અધિકારી સાથેની કારને માણસા પાસેથી ઝડપી પાડી હતી.

ભીખો ભરવાડ અને રોહિત ઠાકોર નામના અપહરણકારોની

અટકાયત કરવામાં આવી છે. જ્યારે બુધો ભરવાડ અને

રાયમલ ઠાકોર ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં

આવી છે.

ગાંધીનગરના સેકટર – 12 ખાતે રહેતા રમણભાઈ વસાવા (આર કે વસાવા) પાલનપુરમાં મદદનીશ ઉદ્યોગ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. જેઓ 30 જુનના રોજ રિટાયર્ડ થવાનાં હોવાથી ત્રણ દિવસની રજા પર હતા. આજે બપોરનાં સમયે આર કે વસાવા પોતાની કાર લઈને કામ અર્થે હિંમતનગર જવા માટે નિકળ્યા હતા. ત્યારે ગીયોડ હાઇવે રોડ પર બુધો ભરવાડ, ભીખો ભરવાડ, રોહિત ઠાકોર અને રાયમલ ઠાકોર નામના શખ્સો દ્વારા ગાડીની આડશ કરીને આર.કે. વસાવાની કારને રોકી દેવાઈ હતી. બાદમાં ધાક ધમકીઓ આપી અધિકારીનું અપહરણ કરી ભાગ્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં ધોળે દિવસે અપહરણનો બનાવ બન્યાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ એકશનમાં આવી હતી. ગાંધીનગર એલસીબી પીઆઈ ડી.બી.વાળા, એચ.પી.પરમાર, એસઓજી પોલીસ તેમજ ચીલોડા પીઆઈ એ. એસ. અસારી સહીતની ટીમોએ ગાંધીનગરમાં નાકાબંધી કરી દીધી હતી. આ તરફ હિંમતનગર પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી.

અપહરણકારો અધિકારીને લઈને વિજાપુર-માણસા તરફ ગયા હોવાની ટિપ્સ મળતા પોલીસ કાફલો એ તરફ રવાના થયો હતો. અપહરણકારોને શોધતા શોધતા પોલીસ તેની નજીક પહોંચી ગઈ હતી. પીઆઈ એચ.પી. પરમારે પૂરપાટ ઝડપે કાર હંકારીને અપહરણકારો રોકવાનો પ્રયાસ કરતા અપહરણકારોની કાર સાથે પીઆઈની કાર અથડાઈ હતી. પોલીસ કાફલાએ હિંમત બતાવી આરોપીઓની કારને કોર્ડન કરી લીધી હતી અને અપહરણકારોને ઝડપી પાડ્યા હતા અને અધિકારીને તેઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.

ક્લાસ વન અધિકારીને હેમખેમ છોડાવી પોલીસે ઝડપી પાડેલા બે અપહરણકારોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે બે શખ્સ ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા આર.કે.વસાવાનું અપહરણ કરી 25 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મદદનીશ ઉદ્યોગ કમિશ્નર વસાવા અગાઉ ભાવનગર ફરજ બજાવતા હતા. એ વખતે બુધો ભરવાડ નામનો ઈસમ તેમની પાસે ખંડણી માંગતો હતો. છેલ્લા કેટલાય સમયથી બૂધો ઉર્ફે હિતેશ ભરવાડ તેમની પાસે ખંડણી માંગતો હતો. પણ અધિકારીએ ખંડણી આપી ન હતી અને પોતાને જોખમ હોવાનું લાગતા ઘરે cctv પણ લગાવી દીધા હતા. આજે બુધા ભરવાડના કહેવા મુજબ ગાંધીનગર ધોળાકુવાનો ભીખો ભરવાડ, સેકટર – 4 નાં રાયમલ ઠાકોર તેમજ સેકટર – 5 ના રોહિત ઠાકોરે અધિકારીનું અપહરણ કરી લીધું હતું. પોલીસે હાલ ભીખો ભરવાડ અને રોહિત ઠાકોરને ઝડપી પાડ્યા છે. જ્યારે રાયમલ ઠાકોર અને બુધો ઉર્ફે હિતેષ ભરવાડ નાસી ગયા છે.

ગાંધીનગર એસપીએ કહ્યું કે ભોગ બનનાર ગાડીમાંથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળ્યા હતા. જેનાં આધારે પોલીસ મદદનીશ ઉદ્યોગ કમિશ્નર વસાવાના ઘરે ગઈ હતી અને તેમણે કેટલાક દિવસથી ભાવનગરનો બુધો ભરવાડ ખંડણી માંગતો હોવાનું કહીને કેટલાક નંબર આપ્યા હતા. જે ટ્રેસ કરીને બે આરોપીઓને પકડી લેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com